શોધખોળ કરો

Morbi: ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતાં પતિની નજર સામે જ પત્નીનું કમકમાટીભર્યું મોત

મોરબી: ટંકારા ખીજડીયા ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકની પાછળ બેસેલ મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળતાં મોત થયું છે.

મોરબી: ટંકારા ખીજડીયા ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકની પાછળ બેસેલ મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળતાં મોત થયું છે. મૃતક મહિલાનું નામ શિવાનીબેન શનીભાઈ ચૌહાણ  હતું અને તેઓ 24 વર્ષના હતા. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.  

Morbi: ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતાં પતિની નજર સામે જ પત્નીનું કમકમાટીભર્યું મોત

પતિની નજર સામે પત્નીનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. માતેલા સાંઢની જેમ ચલાવતા ટ્રક ચાલકોને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બગોદરા બાવળા હાઇવે પર અકસ્માતમાં 10ના મોત

 ચોટીલાથી દર્શન કરી પરત ફરતા બગોદરા બાવળા હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર ઉભેલી ટ્રક પાછળ છોટાહાથી અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 મહિલા, 3 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ લઇ જવા માટે તજવીજ હાથ ધરી છે.

મૃતકના નામ

1. રઈબેન માઘાભાઈ ઝાલા (ઉં.40 સુંઘલા)

2. પ્રહલાદભાઈ મહેન્દ્રભાઈ ઝાલા (ઉં. 30 રહે. સુંઘલા)

3. વિશાલ હિંમતભાઈ ઝાલાૉ (ઉં. 12)

4. અભેસિંગભાઈ સોલંકી (ઉં. 55)

5. જાનકી જેસંગભાઈ સોલંકી(બાળક)

6. વૃશ્ટીકા હિંમતભાઈ ઝાલા,(બાળક રહે. સુંઘલા)

7. કાન્તાબેન જુવાનસિંહ ઝાલા (ઉં. આશરે 45)

8. ગીતાબેન હિંમતભાઈ ઝાલા (ઉં. આશરે 35)

9 શાન્તાબેન અભેસિંગભાઈ સોલંકી (ઉં. 50)

10. લીલાબેન બાલાજી પરમાર (ઉં. આશરે 55)

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ દુખ વ્યક્ત કર્યું

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ચોટીલાથી દર્શન કરી પરત ફરતા બગોદરા બાવળા હાઇવે પર અકસ્માત થતાં ૧૦ શ્રધ્ધાળુ નાં અવસાન થયાના સમાચાર જાણી ખુબ જ દુઃખની લાગણી અનુભવું છું. ઇશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તે જ પ્રાર્થના.... ઓમ શાંતિ....

સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

તો બીજી તરફ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

શક્તિસિંહ ગોહિલે સરકાર સામે ઉઠાવ્યા સવાલ

શક્તિ સિંહ ગોહિલે પણ અકસ્માત અંગે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે તેમણે સરકારને આડે હાથ લીધી છે. તેમણે લખ્યું કે, મોટા દુઃખદ સમાચાર, રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક અકસ્માતની વધુ એક ઘટના બની છે. મળતી માહિતી મુજબ અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો છે. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માતની ઘટના બની છે. આ ગંભીર અકસમાતમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સદગતને શ્રદ્ધાંજલિ અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના. અમદાવાદથી રાજકોટ હાઇવે ઉપર બ્રિજ અને રસ્તાના રિપેરીંગના કામો લાંબા સમયથી ચાલી રહ્યા છે જેના કારણે પણ આ હાઇવે જોખમી બનેલ છે. સરકાર આ બાબત ગંભીરતાથી લેશે તેવી વિનંતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Actor Allu Arjun Arrested : અલ્લુ અર્જુનને કોર્ટે ફટકારી 14 દિવસની જેલ , જુઓ અહેવાલBanaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરAllu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
Allu Arjun granted interim bail: હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
Embed widget