શોધખોળ કરો

Patan: પાટણમાં અગમ્ય કારણોસર યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર

પાટણ: શહેરમાં યુવકે આત્મહત્યા કરી છે. શહેરની નીલમ સિનેમાથી ભાટિયાવાડ જવાનાં માર્ગ પર યુવતે બંધ મકાનની છતના બહારના ભાગે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.

પાટણ: શહેરમાં યુવકે આત્મહત્યા કરી છે. શહેરની નીલમ સિનેમાથી ભાટિયાવાડ જવાનાં માર્ગ પર યુવતે બંધ મકાનની છતના બહારના ભાગે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ જોઈ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જો કે, યુવકના જીવન ટૂંકાવવાનું કારણ હજુ અકબંધ છે. અગમ્ય કારણોસર યુવકે મોતને વ્હાલુ કરતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના

 શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધોને પવિત્ર માનવામાં આવે છે. ગુરુ અને શિષ્યના સંબંધોને લઈને અનેક કહાનીઓ  આપણા ઈતિહાસમાં જોવા મળી છે. પરંતુ આજે જે ઘટના વલસાડ પંથકમાં સામે આવી છે તેને લઈને ગુરુ શિષ્યના સંબંધોને લાંચ્છન લાગ્યું છે. આ ઉપરાંત શિક્ષણ જગત પણ શર્મસાર થયું છે.

અમે વાત કરી રહ્યા છીએ સેલવાસના એક રંગીલા શિક્ષકની. સેલવાસના જાણીતા ટ્યુશન ક્લાસના શિક્ષકની ગંદી હરકતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સેલવાસના ટોકર ખાડાના લેન્ડમાર્ક બિલ્ડીંગના ટ્યુશન ક્લાસના શિક્ષકે શિક્ષણ જગતને કલંકીત કરે તેવું કૃત્ય કર્યું છે. હકિકતમાં આ શિક્ષકે ટ્યુશન ક્લાસની વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ કરી પજવણી કરતો હતો. મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે રંગીલા શિક્ષક સામે કાયદેશરની કાર્યવાહી કરી છે.

વારંવાર વિદ્યાર્થિનીઓ મેસેજ કરતા શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે સ્થળ  પર પહોંચી રોહિત નામના શિક્ષકની અટકાયત કરી લીધી છે. મોડી રાત્રે વિદ્યાર્થીનીઓને ગંદા મેસેજ કરી પરેશાન કરતો હોવાનો આક્ષેપ આ શિક્ષક સામે લાગ્યો છે.વિદ્યાર્થિનીઓએ કરેલા આક્ષેપ અંગે સેલવાસ પોલીસે તપાસ શરુ કરી છે.

અમદાવાદમાં શિક્ષક બન્યો શેતાન

અમદાવાદમાં એક શિક્ષક સામે વિદ્યાર્થિની ઉપર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. એક સગીરા પર તેના ટયુશનના શિક્ષક દ્વારા બળાત્કાર કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે સગીરાએ ટ્યુશન છોડાવી લીધા બાદ પણ શિક્ષક દ્વારા તેને પ્રેમ પત્ર લખી હેરાન કરતો હતો અને સગીરાનો પીછો કરી તેને પરેશાન કરતો હતો. જેને લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાઇ છે. સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ ટ્યુશન શિક્ષકની ધરપકડ કરી છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget