શોધખોળ કરો

જન્મ-મરણનો દાખલો અને આધાર કાર્ડ કઢાવતા પહેલા આ નવો નિયમ જાણી લેજો! નહીં તો લેવાના દેવા થઈ જશે

નામકરણમાં એકસૂત્રતા લાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હવેથી પ્રથમ નામ, પિતાનું નામ અને અટક લખવી ફરજિયાત.

Gujarat New Naming System: ગુજરાત રાજ્યના તમામ જન્મ-મરણ નોંધણી એકમો પર એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા એક પરિપત્ર બહાર પાડીને જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં નામકરણની એક નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. આ નવા નિયમ અનુસાર, હવેથી જન્મ મરણના પ્રમાણપત્રોમાં સૌપ્રથમ નામ (First Name), ત્યાર પછી મિડલ નેમ (Middle Name) એટલે કે પિતાનું નામ અને છેલ્લે અટક (Surname) લખવાની સૂચના આપવામાં આવી છે.

અત્યાર સુધી નામકરણ માટે કોઈ ચોક્કસ માર્ગદર્શિકા ન હોવાને કારણે લોકો જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ જેવી મહત્વપૂર્ણ બાબતોમાં પોતાની રીતે નામ લખાવતા હતા. કેટલાક લોકો સૌપ્રથમ નામ લખાવતા તો કેટલાક અટક લખાવતા, જેના કારણે સરકારને આઈડી અપડેટ કરવા અને ડેટા લિંક કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને સુધારવા માટે રાજ્ય સરકારે આ નવો નિયમ અમલમાં મૂક્યો છે.

નવા નિયમ મુજબ, જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું પોતાનું નામ, ત્યારબાદ તેના પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની રહેશે. એટલું જ નહીં, બાળકનાં માતા અને પિતાના નામની કોલમમાં પણ સૌપ્રથમ નામ (First Name), ત્યાર પછી મિડલ નેમ (Middle Name) અને અંતે અટક (Surname) લખવાનું રહેશે. આ સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર દ્વારા આપવામાં આવી છે અને મરણ પ્રમાણપત્રો માટે પણ આ જ પદ્ધતિ અનુસરવાનો આદેશ કરાયો છે.

આધાર કાર્ડમાં બાળક અને તેના પિતાની માહિતી ઉપરાંત દાદા-દાદીનું નામ અને માતાના કિસ્સામાં તેના પિતાનું નામ પણ લખવામાં આવે છે. આ બાબતે પણ સરકારે સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડમાં પણ આ નવી નામકરણ પદ્ધતિનું પાલન કરવું જરૂરી રહેશે. જે લોકો પાસે જૂની પદ્ધતિવાળા આધાર કાર્ડ છે, તેમને હાલમાં કોઈ સુધારો કે ફેરફાર કરવાની જરૂર નથી. પરંતુ જ્યારે પણ આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરાવવાનો થાય, ત્યારે આ નવી પદ્ધતિને અનુસરવી પડશે.

સરકારની આ નવી સૂચના પછી, હવે નવા કાઢવામાં આવતા તમામ આધાર કાર્ડમાં સૌપ્રથમ નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના આપવામાં આવી છે. તેવી જ રીતે, જન્મ મરણના દાખલામાં પણ આ સિસ્ટમ તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પગલાથી જન્મ-મરણ નોંધણી પ્રક્રિયામાં એકસૂત્રતા આવશે અને સરકારી કામગીરી વધુ સરળ અને કાર્યક્ષમ બનશે તેવી અપેક્ષા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget