Rajkot: આપના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યુ- ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી
ઇટાલિયાએ કહ્યું કે ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે
AAP નેતા ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે 'રાષ્ટ્રીય મહિલા આયોગના ચીફ મને જેલમાં નાખવાની ધમકી આપી રહ્યા છે' મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય બીજુ શું આપી શકે છે. ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી ડરતો નથી. મને જેલમાં નાખો. તેમણે પોલીસને પણ બોલાવી લીધી છે. મને ધમકાવી રહ્યા છે.
. @NCWIndia चीफ़ मुझे जेल में डालने की धमकी दे रही है। मोदी सरकार पटेल समाज को जेल के सिवा दे ही क्या सकती है। बीजेपी पाटीदार समाज से नफ़रत करती है। मैं सरदार पटेल का वंशज हूँ। तुम्हारी जेलों से नहीं डरता। डाल दो मुझे जेल में। इन्होंने पुलिस को भी बुला लिया है। मुजे धमका रहे है।
— Gopal Italia (@Gopal_Italia) October 13, 2022
ગોપાલ ઇટાલિયાના ટ્વિટ પર કેજરીવાલે રિ-ટ્વિટ કર્યું હતું. આ મામલે રાજકોટમાં આમ આદમી પાર્ટીના ગુજરાત સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ મોટું નિવેદન આપ્યું હતું. રાઘવે કહ્યું કે ગોપાલ ઇટાલિયાના જુના વીડિયો કાઢીને ભાજપ સરકાર દબાવવાના પ્રયાસો કરે છે. દિલ્હીમાં તમામ એજન્સીઓ કોના હાથમાં છે તે બધા જાણે છે. ચૂંટણી નજીક આવતા ખોટી રીતે ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી છે.
ગોપાલ ઇટાલિયાએ ખોટું કર્યું હોય તો ધરપકડ કાર્યવાહી કરવી જોઈએ પણ ખોટી રીતે દબાવવાના પ્રયાસો ન થવા જોઈએ.
પાટીદાર વિરોધી ભાજપ સરકાર દ્વારા જે રીતે @Gopal_Italia ને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 13, 2022
એના વિરોધમાં આજરોજ પ્રદેશ મહામંત્રીશ્રી @manoj_sorathiya તથા 'આપ'ના નગરસેવકો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.#ISupportGopalItalia pic.twitter.com/CDlYUWaCji
पूरी बीजेपी गोपाल इटालिया के पीछे क्यों पड़ी है? https://t.co/s8TZnAZfXc
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 13, 2022
ગોપાલ ઇટાલિયા સહયોગ ન કરતા હોવાનો મહિલા આયોગે દાવો કર્યો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગે કહ્યું હતું કે હિંદી આવડતું નથી તો ટ્વિટ કેમ હિંદીમાં કર્યા છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે પોલીસ ગોપાલ ઇટાલિયાની પાછળ પડી ગઇ છે. વડાપ્રધાન મોદી મુદ્દે કરેલી ટિપ્પણીને લઇને ગોપાલ ઇટાલિયાને મહિલા આયોગે નોટિસ ફટકારી હતી.