AAP નેતા ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝિટીવ આવ્યો
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાને કહ્યું હું દારુ પીતો નથી તે બધા જાણે છે.
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાને કહ્યું હું દારુ પીતો નથી તે બધા જાણે છે. ભાજપના એક-એક નેતા જાણે છે કે હું દારુ પીતો નથી. હું માનહાનીનો દાવો કરીશ. ભાજપ મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.
પેપરલીક કાંડ મામલે આપ નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ બાદ ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મુકતા ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જ્યારે આજે તેમનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેસનમાં દાખલ એફઆરઆઈ દાખલ કરવામાં આવશે.
ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યાલય કમલમ સામે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી ઈસુદાન ગઢવીએ દારૂ પીને ભાજપની મહિલા કાર્યકરોની શારિરીક છેડતી કરીને માર માર્યાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ ખાતે નોંધવામાં આવી હતી. ભાજપની મહિલા નેતાઓ દ્વારા ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ દારૂ પીધો હતો અને તેણે દારૂના નશામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉશ્કેર્યા હતા.
ઇસુદાન સહિત 500 માણસના ટોળા વિરુદ્ધ ઈન્ફોસિટી પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી. ગેરકાયદે મંડળી રચી પોલીસ પર હુમલો કરવાનો અને મહિલાઓની છેડતી કરવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 12 ડિસેમ્બરે કમલમમાં થયેલા વિરોધપ્રદર્શન બાદ પોલીસે દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતાં લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરોનાં માથામાં ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે AAP કાર્યકરોને દોડી દોડીને પોલીસે માર માર્યો હોવાના વીડિયો સામે આવ્યા હતાં.
ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનું પેપર ફૂટવા મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર વિરોધ કરવા જતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આપના નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેમને ગાંધીનગર કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવતાં 12 દિવસ પછી જેલમાંથી તેમનો છૂટકારો થયો હતો.
જેલમાંથી બહાર આવેલા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, અમે ગુજરાતની જનતાની લડાઈ લડતા રહીશું. આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે અમને ગર્વ છે. ભૂતકાળમાં નવ દસ વખત પેપર ફૂટ્યા. પેપર લીકકાંડમાં મોટા મગરમચ્છ છૂટી ગયા. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, જેલના ત્રાસથી અમે ડીરશું નહીં. અસિત વોરાના રાજીનામા સુધીની આ લડાઈ ચાલુ રહેશે.