ચૈતર વસાવા કેસમાં મોટો વળાંક: ફરિયાદીએ કહ્યું – ‘હું કેસ પાછો ખેચવા તૈયાર છું, બસ ચૈતર વસાવા મારી....’
આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સામેના કેસમાં એક નવો વળાંક આવ્યો છે.

AAP MLA Chaitar Vasava case: આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સામેના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ (Sanjay Vasava) સોશિયલ મીડિયા પર એક પત્ર લખીને એવી ઓફર કરી છે કે, જો ધારાસભ્ય ચૈતર વસાવા માફી માંગે તો તેઓ કેસ પાછો ખેંચવા તૈયાર છે.
સંજય વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "મારા અને તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને (Champaben Vasava) અપશબ્દો બોલ્યા તે બાબતે ચૈતર વસાવા માફી માંગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર છું." તેમણે ભારપૂર્વક કહ્યું કે, "અમે બધા એક જ સમાજના છીએ." સંજય વસાવાએ આ પત્ર સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને સંબોધીને લખ્યો છે.
પત્રમાં શું લખ્યું છે...
સવિનય જણાવવાનું કે સરકારી મીટીંગમાં બનેલ ઘટના બિલકુલ સાચી છે. ત્યારબાદ ધારાસભ્યશ્રી ચૈતર વસાવાની ધરપકડ કારવામાં આવી અને જૈ રાજકીય રંગ સમાજના નામે જે કરવામાં આવી તે ખરેખર યોગ્ય નથી. આપણા આદિવાસી સમાજના દીકરા દીકરીઓ દરેક રાજકીય પક્ષની અંદર રહીને સમાજના કામો કરતા હોય છે તો આપ શ્રી ને મારે કહેવું છે કે શું ચંપાબેન વસાવા આદિવાસી સમાજ ના દીકરી કે બેન નથી શું હું આદિવાસી સમાજ ના દીકરો નથી શું તમે અમને આદિવાસી નથી ગણતા.
સમાજ ને બે ભાગ માં વહેચવાનું ને સમાજ ને વિભાજિત કરવામાં કેટલાક રાજકીય પક્ષ પ્રેરિત સંગઠનો દ્વારા આ ઘટના ને સામાજિક રંગ આપી સમાજ ને ઉશ્કેરી ને પોતાના રોટલા શેકી રહ્યા છે પરંતુ આ ઘટના બિલકુલ રાજકીય કે સામાજિક નથી અમારા સાથે ને આદિવાસી દીકરી ચંપા બેન સાથે જે બન્યું એ વિષય આધારિત સમગ્ર ઘટના છે.અમોને દુઃખ એ વાત નું છે કે આ ઘટના માં આદિવાસી દીકરી નું અપમાન થયું એમણે અપમાનિત કરવામાં આવ્યા સમાજ અને રાજકીય પક્ષ પ્રેરિત સંગઠનો એ વિશે કાંઇ જ બોલવા માંગતા નથી આ પણ સમાજ માટે કેટલું યોગ્ય કેવાય. આપણી આદિવાસી દીકરી એક સાગબારાના તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળતી હોય સમાજ માટે ગર્વ જેવી બાબત કેવાય પણ ધારાસભ્ય જેવા પદાધિકારી થઈ ને પોતાના રાજકીય ને સમાજ માં હિરો બનવા સમાજ ને હાથો બનાવી ને ઉપર આવા માટે આવ્યા કૃત્યો કરે એને પણ સમાજ એ વખોડવા જુએ. વધુ માં આપ પ્રમુખ છો થોડા દિવસો પેલા ધારાસભ્ય શ્રી ના અંગત ગણાતા મનીષ શેઠ જે આદિવાસી પણ નથી તોય આદિવાસી દીકરી ચંપા બેન વિશે સોશિયલ મીડિયામાં ખુબ જ ખરાબ ભાષા માં અભદ્ર ભાષા માં પોસ્ટ કરવામાં આવી તેમજ આમ આદમી પાર્ટીનાં કેટલા કાર્યકર્તા આગેવાનો દ્વારા તેને સમર્થન આપી બીજી અભજ્જી કોમેન્ટ તેમજ આદિવાસી સિકરી ચંપાબેન્નાં સમર્થનમાં આવેદન પત્ર આપવાઅ આવેલા માતા,બહેનો અને દીકરી વિશે પણ અભદ્ર કોમેન્ટ કરવામાં આવી, તમને જોઇએ તો એનો સ્ક્રીન સોર્ટ પણ તમને મોકલીએ પણ આ બિન આદિવાસી મનીષ શેઠ માટે પણ તમે કંઇક બોલશો એવી અપેક્ષા છેને સમાજે એના સામે શું પગલાં લીધા? સમાજના આગેવાન તરીકે આપ પાસે પણ અપેક્ષા છે કે મનિષ શેઠ જેવાને અમુક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે રહીને ન્યાય આપવશે કે પછી ગમતા માણસો હોય એટલે સમાજ ને ગમે તેમ બોલી શકે છે?
હું સંજય વસાવા આ પત્ર દ્રારા સમગ્ર આદિવાસી સમાજ ને કહેવા માંગુ છું કે આ જે પણ ઘટના બની હતી તે સરકારી કચેરી બનેલ બનાવ છે જેની અંદર ચંપાબેનને ગાળા- ગાળી કરવામાં આવી અને મારા પર હુકમલો થયો એજ ઘટના છે. એમાં સમાજ ને કઈ લેવા દેવા નથી મારા ભોળા આદિવાસી સમાજ ને રાજકીય રંગ આપી સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા સમાજ સાથે ઇરાદા પુર્વક જોડવાની પ્રયાસ કરેલ છે જે ખુબ નિંદનીય બાબત છે. છતાં પણ મારા પર થયેલો હુમલો હું ભૂલી જઈ ને ચૈતર વસાવા સમાજ ની સામે આવી જાહેર માં જો આદિવાસી બેન ચંપા બેન ની માફી માંગે તો આ પોલીસ કેસ હું પણ ખેંચી લેવા પણ હું તૈયાર છું.





















