(Source: ECI/ABP News/ABP Majha)
Surendranagar: અમદાવાદ-કચ્છ હાઇવે પર ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, બેના મોત, 10થી વધુ ઘાયલ
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં મોતનો આંકડો વધે એવી શક્યતા છે.
Surendranagar News: સુરેન્દ્રનગરમાં અમદાવાદ-કચ્છ હાઇવે પર અખિયાના શિવ હોટલ પાસે ટ્રેલર અને ટેકટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. 20 વધુ લોકો ટેક્ટ્રરમાં સવાર હતા, જેમાં 2 વ્યક્તિ નાં ઘટના સ્થળ મોત નિપજ્યા છે. 12થી વધુ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ટ્રેકટર અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાતા રાહદારીઓએ ઇજાગ્રસ્ત વ્યક્તિઓ ને 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં મોતનો આંકડો વધે એવી શક્યતા છે.
વડોદરામાંથી કોરોનાથી વૃદ્ધનું મોત ?
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના 68 વર્ષીય વૃદ્ધનું સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. દર્દી હાઇપર ટેન્શન, અસ્થામા અને ટીબીની બીમારીથી પીડિત હતા. કોરોનાના લીધેજ મોત થયું છે કે નહીં તે ડેથ ઓડિટ કમિટી તપાસ કર્યા બાદ જાહેર કરશે. વડોદરામાં કોવિડના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે બાદ કોવિડ પોઝિટિવનો આંક વધી 35 પર પહોંચ્યો છે. 32 દર્દીઓ હોમ આઇસોલેસનમાં છે અને 3 દર્દીઓ સરકારી હોસ્પિટલમાં દાખલ છે.
ગુજરાતમાં ગઈકાલે કોરોના કેસ 118 નોંધાયા હતા. અમદાવાદમાં 52, રાજકોટમાં 12, સુરતમાં 12 અને વડોદરામાં 5 કેસ નોંધાયા હતા. જ્યારે 48 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં કોરોનાથી સાજો થવાનો દર 99.07 ટકા છે. રાજ્યમાં હાલ 810 એક્ટિવ કેસ છે. જેમાંથી 5 વેનટિલેટર પર છે અને 805 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 1266977 લોકો ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને 11047 લોકોના કોરોનાથી મોત થયા છે.
કોરોનાની સારવાર માટે આ દવાઓનો ઉપયોગ ન કરો, પ્લાઝમા થેરાપીથી પણ બચવાની સલાહ, કેન્દ્રએ જારી કરી નવી માર્ગદર્શિકા
ભારતના વિવિધ રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. કેન્દ્ર દ્વારા કોરોનાને લઈને અનેક પ્રકારની ગાઈડલાઈન આપવામાં આવી રહી છે. માર્ગદર્શિકા જણાવે છે કે જ્યાં સુધી બેક્ટેરિયલ ચેપની ક્લિનિકલ શંકા ન હોય ત્યાં સુધી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવો જોઈએ.
કોરોનાવાયરસના કેસોમાં ઉછાળા વચ્ચે જારી કરાયેલ સંશોધિત માર્ગદર્શિકા જણાવે છે કે હાલમાં કોવિડ-19ના પુખ્ત દર્દીઓની સારવાર માટે 'લોપીનાવીર-રિટોનાવીર', 'હાઈડ્રોક્સીક્લોરોક્વિન', 'આઈવરમેક્ટીન', 'મોલનુપીરાવીર', 'ફેવિપીરાવીર' ભારત. 'Azithromycin' અને 'doxycycline' જેવી દવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
રિપોર્ટ અનુસાર, AIIMS, ICMR અને કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સ (NTF)ની 'ક્લિનિકલ ગાઈડન્સ પ્રોટોકોલ'માં સુધારો કરવા માટે 5 જાન્યુઆરીએ બેઠક થઈ હતી. આ બેઠકમાં ડોક્ટરોને પ્લાઝમા થેરાપીનો ઉપયોગ ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.