Surendranagar: સુરેન્દ્રનગરમાં પુરપાટ ઝડપે આવતા કારે રિક્ષાને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
સુરેન્દ્રનગર: મુળી રોડ પર નવા સર્કિટ હાઉસ પાસે કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. પુરપાટ ઝડપે આવતી કારે રિક્ષાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
સુરેન્દ્રનગર: મુળી રોડ પર નવા સર્કિટ હાઉસ પાસે કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. પુરપાટ ઝડપે આવતી કારે રિક્ષાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર બે વ્યકિતને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.
દીંગુચા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચને દિંગૂચા કેસ મામલે મોટી સફડતા મળી છે. પરિવારને કેનેડાથી અમેરિકા બોર્ડર પર બરફ વચ્ચે મોકલનાર 2 એજન્ટોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વિદેશ જવાની ઘેલછામાં જીવ ગુમાવનારા મહેસાણાના ડિંગુચાનાં પરિવારના મોત મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફડતાં મળી છે.19 જાન્યુઆરી 2022 નાં રોજ કેનેડાથી અમેરિકા બોર્ડર ક્રોસ કરતા સમયે ડીંગુચાનાં પરિવારના 4 સભ્યો ઠંડીમાં થીજી જતા મોત નિપજતા હતા. જે મામલે એમ્બેસી સહિત ગુજરાત પોલીસ તપાસ કરી રહી હતી. દીંગુચાનાં પરિવારને વિદેશ મોકલનાર એજન્ટ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
ભાવેશ પટેલ અને યોગેશ પટેલ મૂળ ટુર્સ અને ટ્રાવેલનું કામ કરતા હતા. છેલ્લા 10 વર્ષથી બંને ગુજરાતના લોકોને વિદેશ મોકલવા એજન્ટ તરીકે કામ કરે છે. એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ રૂપિયા લેતા હતા આ બન્ને. દિંગુચાનાં પરિવાર સહિત 11 લોકોને કેનેડાથી અમેરિકા મોકલ્યા હતા. જેમાં 7 લોકો અમેરિકા પહોંચી ગયા અને દિંગુચાનો પરિવાર માઈન્સ 30 ડિગ્રી ઠંડીમાં થીજી જતા મોતને ભેટ્યો હતો. પહેલા આ પરિવારને દુબઈ લઈ જવામાં આવ્યો ત્યાંથી ટોરેન્ટો અને વિનિપેગ થઈ અમેરિકામાં ઘુસાડવાના હતા પરંતુ વીનિપેગમાં જ બે બાળકો અને પતિ પત્નીના મોત થયા.
ફેનિલ અને બીટ્ટુ પાજી નામના બે આરોપીઓ 11 કિમી બરફમાં બોર્ડર ક્રોસ કરાવી હતી. જે બંને આરોપીઓ હાલ વોન્ટેડ છે. 10 વર્ષથી એજન્ટ તરીકે કામ કરતા ભાવેશ અને યોગેશ પટેલે અનેક ગુજરાતી પરિવારને કેનેડા અને અમેરિકા મોકલ્યા છે જે મામલે હવે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે.
ગાંધીધામમાં પતંગની દોરી વાગતા યુવકનું ગળું કપાયું
ગાંધીધામમાં એક યુવાનનું પતંગની દોરીથી ગળુ કપાઈ જતા મોત નિપજ્યું છે. ગઈ કાલે બપોરના પતંગની દોરીથી ગળુ કપાયું હતું. જે બાદ તેને સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ મોત નિપજ્યું હતું. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. તહેવાર નિમિતે યુવાન દીકરાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.