(Source: ECI/ABP News/ABP Majha)
Accident : બનાસકાંઠાના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્બાર અકસ્માત, 4નાં મોત
બનાસકાંઠાના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગોજારો અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરા રેફરલ હોસ્પિટલ લઇ જવાયા છે.
Accident :બનાસકાંઠાના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગોજારો અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરા રેફરલ હોસ્પિટલ લઇ જવાયા છે.
કાંકરેજના થરામાં મોડી રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક ગામના 4 મિત્રોના એક સાથે મોત થતાં સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તમામ મૃતક કાંકરેજના ઉંણ ગામના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં રામચંદ્રસિંહ વાઘેલા ઉણ (30વર્ષીય),યુવરાજસિંહ વાઘેલા .આશરે 30 વર્ષીય,યોગેન્દ્રસિંહવાઘેલા આશરે 35, અને ભાવિકકુમાર શાહના 30 વર્ષના હતા. પોસ્ટમાર્ટમ બાદ ચારેયના મૃતદેહને તેમના ગામ રવાના કરાશે.
HIT & RUN: બગોદરા ધોળકા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકોના મોત
અમદાવાદ: બગોદરા ધોળકા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બગોદરાના ગાંગડ ગામ પાસે કારચાલકે બે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે બાઇક સવારના મૃત્યુ થયા છે.
અમદાવાદ: બગોદરા ધોળકા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બગોદરાના ગાંગડ ગામ પાસે કારચાલકે બે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે બાઇક સવારના મૃત્યુ થયા છે. આ બાઈક ચાલકોમાં એક દાહોદ જિલ્લાનો અને એક ગાંગડ ગામનો હતો.
જેમાં કૃષ્ણકાંત મોટરસાયકલ રાજકોટથી ખરીદીને ઘર તરફ જઈ રહ્યો હતો. જેના નંબર હતા KTM બાઇક નંબર GJ.03. KA.2623. કૃષ્ણકાંત રાઠોડની ઉંમર 21 વર્ષની હતી અને તે દાહોદનો રહેવાસી હતો. જ્યારે બીજો વ્યક્તિ ડિસ્કવર બાઈક ચાલક હતો. જેમાં નંબર હતા GJ.01. NG.2669 હતો. આ ચાલકનું નામ રણછોડ વજુભાઈ ચૌહાણ હતું. અજાણ્યો કાર ચાલક બંનેના મોત નીપજાવી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં રમેશભાઈ સોલંકી નામના વ્યક્તિુને ઈજા પહોંચી છે. તે માંડલી ગામનો રહેવાસી છે.
અમદાવાદમાં પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા
અમદાવાદ નારોલમાં પતિએ પત્નીની હત્યા કરી છે. નારોલની આકૃતિ ટાઉનશિપમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફરાર થઈ ગયો હતો. આરોપી પતિએ પત્નીની ગળું દબાવીને હત્યા કરી છે. જો કે પોલીસે સતર્ક દાખવી ગણતરીમા કલાકોમાં જ હત્યારા પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરાર આરોપીને દાહોદથી પકડી પાડ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
આણંદમાં યુવકની હત્યા
આણંદ જિલ્લાના બેડવા ગામે યુવકની હત્યા કરવામાં આવી છે. સવારના સુમારે યુવકનો મૃતદેહ બેડવા નહેરમાંથી મળી આવ્યો હતો. યુવકની માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું તાપસ દરમિયાન સામે આવ્યું હતું. મૃતક યુવક બેડવા ગામનો જયદીપ હોવાનું તપાસમાં ખુલ્યું છે. મૃતક જયદીપ આઉટ સોરસિંગના માધ્યમથી પોલીસ ખાતાના એમટી વિભાગમાં ફરજ બજાવતો હતો.
News Reels
યુવકની હત્યા સાથી કર્મીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. ખંભોળજ પોલીસે હત્યારા હરપાલસિંહ ચાવડાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. હરપાલસિંહ આણંદ પોલિસના એમટી શાખામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. પોલીસે ટુંકા સમયમાં જ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, હથોડાની ચોરી હત્યાનું કારણ બન્યું છે. જયદીપ દ્વારા એમટીમાં વપરાતો હથોડો ચોરી કરતા હરપાલસિંહ સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. પોલીસ વિભાગનો કર્મચારી જ હત્યારો નીકળતા ચકચાર મચી છે. પોલીસે હત્યારા પોલીસ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યાની આશંકા વ્યક્ત કરાતા યુવકની દફનાવાયેલી લાશ બે મહિના બાદ બહાર કઢાઇ
બનાસકાંઠાના પાલનપુરના માલણ ગામે બે મહિના પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકની માતાએ પોતાના પુત્રની હત્યા થઈ હોવાના આક્ષેપ કરતા પોલીસે યુવકની લાશને બહાર કાઢી એફએસએલ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી જાણકારી અનુસાર, માલણ ગામનો યુવક ભરત પરમાર 14 ઓક્ટોબરે પોતાના મિત્રો સાથે જમવા જવાનું કહીને બહાર ગયો હતો. મોડી રાત્રે ભરતના પરિવારજનોને ફોન આવ્યો કે ભરતનું બાઈક સ્લીપ થતાં તેને ઇજા પહોંચી છે. પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે જતા ભરત ગંભીર હાલતમાં રોડની સાઈડમાં પડ્યો હતો. જો કે થોડી વારમાં ઘટનાસ્થળે જ ભરતનું મોત નીપજ્યું હતુ.