શોધખોળ કરો

Accident: નવસારીમાં પૂરઝડપે જઇ રહેલી કાર ડિવાઇડર સાથે અથડાઇ, બે યુવકોના ઘટનાસ્થળે મોત

Accident: કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ કારનો ભૂક્કો બોલી ગયો હતો.

Accident: નવસારીમાં પૂરઝડપે જઇ રહેલી કારે અકસ્માત સર્જ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વાંસદાના ચારણવાડા નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા બે યુવકોના મોત થયા હતા. કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ કારનો ભૂક્કો બોલી ગયો હતો. મૃતકોની ઓળખ પાર્થ ડોબરિયા અને વિકેશ ખાંટ તરીકે થઇ છે જ્યારે ઘાયલ યુવકોની ઓળખ નીરજ ડોબરિયા અને હર્ષિલ ઠુમ્મર તરીકે થઇ છે.

Accident: નવસારીમાં પૂરઝડપે જઇ રહેલી કાર ડિવાઇડર સાથે અથડાઇ, બે યુવકોના ઘટનાસ્થળે મોત

મળતી માહિતી અનુસાર, ચાર મિત્રો કાર લઇને સાપુતારા ફરવા જઇ રહ્યા હતા ત્યારે વાંસદા નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે કાર ચાલક યુવક  અને અન્ય એક યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર ચારેય મિત્રો અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારીઓ હોવાની જાણકારી મળી છે.

ગઇકાલે સુરતમાં પણ અકસ્માત સર્જાયો હતો.  નેશનલ હાઇવે પર કડોદરા CNG કટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. રોડ ક્રોસ કરી રહેલા પતિ-પત્નીને ટ્રકે અડફેટે લીધા હતા. મહિલાને ટ્રકે કચડતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને લઈ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતને પગલે કડોદરા પોલીસ અને જિલ્લા ટ્રાફિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પી.એમ.અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના કારણે 5 વર્ષીય પુત્ર સહિત 4 બાળકોએ માતા ગુમાવી હતી.

સુરતના મોરાભાગળ વિસ્તારમાં એક બાઈક પર છ સવારી જઈ રહેલ યુવકોનો ફોટો પાડી એક નાગરિકે ટ્રાફિક પોલીસના હેલ્પલાઇન નંબર પર મોકલી આપ્યો હતો. પોલીસે તાત્કાલિક આ અંગે તપાસ કરાવી બે જ કલાકમાં બાઈકચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી આરોપીને જહાંગીરપુરા પોલીસ મથક સોંપી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદની તથ્યકાંડની ઘટના બાદ સુરતમાં ટ્રાફિક પોલીસે સ્ટંટ બાજી કે ઓવર સ્પીડિંગમાં વાહન ચલાવતા નબીરાઓ સામે પોલીસ કડક કાર્યવાહી શરૂ કરી છે. તે માટે લોકો પણ પોલીસને મદદ કરે તે હેતુથી ટ્રાફિક પોલીસે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો હતો.                                                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર

350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો

Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?

ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી

IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો

Embed widget