Gujarat Weather: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના આ વિસ્તારમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ તા સૌરાષ્ટ્ર-કચ્છ અને આસપાસના જિલ્લામાં કાલથી 14 જૂન વચ્ચે 80થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે ભારે વરસાદ થઇ શકે છે
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈને આજથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. .. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની સાથે વરસાદની શક્યતા જોવા મળી રહી છે,
હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી જ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ જોવા મળશે. આગામી 13થી 14 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. ભાવનગર, અમરેલી, પોરબંદર, દ્રારકા, વલસાડ,સુરત, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આગામી પાંચ દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે.
આ સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પણ બદલવાનું શરૂ થઈ જશે.9થી 14 જૂન સુધી હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે.બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠાને સાવચેત કરી દેવાયો છે અને માછીમારોને દરિયોના ખેડવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
બિપરજોય વાવાઝોડાએ માર્ગ બદલતા ગુજરાત પર ખતરો હવે વધ્યો છે . વાવાઝોડું ઉત્તર-પશ્ચિમના બદલે ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધીને જખૌ તરફ ફંટાયું છે. પાકિસ્તાન તરફ ફંટાશે તો ગુજરાતની દરિયાઇ સીમામાં તેની ખાસ અસર વર્તાશે. હવામાન વિભાગ મુજબ તા સૌરાષ્ટ્ર-કચ્છ અને આસપાસના જિલ્લામાં કાલથી 14 જૂન વચ્ચે 80થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે ભારે વરસાદ થઇ શકે છે
બિપરજોય વાવાઝોડાના સંકટનો સામનો કરવા મુખ્યમંત્રીએ દરિયાકાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફ્રેન્સ કરી વહીવટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારીની સમીક્ષા કરી છે. .. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ભારે પવન ફુંકાવાની શક્યતાને પગલે વીજપોલ અને વૃક્ષ ધરપાશાયી થવા, બેનર્સ કે હોર્ડિંગ્સથી અસર પડે તો તાત્કાકિલક ટીમો સ્ટેન્ડ બાય રાખવા સૂચના આપવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાને લઈને દમણ પ્રશાસન એલર્ટ આપ્યું છે. દમણના દરિયા કિનારે ઉંચા ઉંચા મોજા ઉછળતાં કાલથી જોવા મળ્યાં તા. જો કે .. પર્યટકોને દરિયા કિનારેથી દુર રાખવાની સૂચના અપાઇ છે. દરિયા કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.વાવાઝોડાની એલર્ટને પગલે મોરબી જિલ્લા પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે. માળિયા મામલતદારે નવલખી બંદર નજીકના વિસ્તારોની મુલાકાત લીધી .. વાવાઝોડાની અસર થાય તો સ્થળાંતર કરવા માટે ગ્રામજનોને સૂચના અપાઇ છે.