Gujarat Rain Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હજુ પણ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દ્રારકામાં ભારે વરસાદની આગાહી છે.
Gujarat Rain Forecast: છેલ્લા ચાર દિવસથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દ્વારકા જિલ્લામા ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગમાં ઓેરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સૂરત , વડોદરા , પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ અપાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનો અનુમાન છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચ જિલ્લામાં ઓરેન્જ, તો 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આજે જૂનાગઢ, અમરેલી, પોરબંદર,વલસાડમાં ભારે વરસાદનો અનુમાન છે.
10 વાગ્યા સુધીમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ
10 વાગ્યા સુધીમાં દ્વારકાના ખંભાળીયામાં પોણા ચાર ઈંચ વરસાદ
10 વાગ્યા સુધીમાં દ્વારકાના કલ્યાણપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ
10 વાગ્યા સુધીમાં પોરબંદરના રાણાવાવમાં પોણા બે ઈંચ વરસાદ
10 વાગ્યા સુધીમાં જૂનાગઢ તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ
10 વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેરમાં પોણા બે ઈંચ વરસાદ
10 વાગ્યા સુધીમાં દ્વારકા તાલુકામાં એક ઈંચ વરસાદ
કેશોદ, વંથલી, પોરબંદર તાલુકામાં પોણો પોણો ઈંચ વરસાદ
આગામી 3 કલાકમાં ક્યાં પડશે વરસાદ
આ પણ વાંચો
Video: NCAમાં ટ્રેનિંગ દરમિયાન નવા અવતારમાં જોવા મળ્યો રિષભ પંત, આ વીડિયોએ મચાવી ધૂમ
Aadhar-Property Link: શું તમારી બધી મિલકતો આધાર સાથે લિંક થશે? જાણો આ બાબતે શું છે લેટેસ્ટ અપડેટ!
Join Our Official Telegram Channel: