Rain Forecast: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, આ જિલ્લામાં 25 મે સુધી અતિ ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ માવઠું થયું છે હજુ પણ આ સંકટ યથાવત રહેશે.

Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ 22મેથી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે એટલે કે કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ચોમાસુ વહેલું હોવાથી આ વરસાદને પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ જોઇ શકાય છે. રાજ્યમાં 8 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું બેસી જવાની શક્યતા છે. જેના પગલે 21 મેથી જ રાજ્યના અનેક વિસ્તારમા વરસાદી માહોલ જામે કેવી શકયકા છે. 21 મેથી 25 મે સુધી રાજ્યમાં વરસાદનું અનુમાન છે.
21 મેએ ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 21મેથી જ ગુજરાતમાં વરસાદનું આગમન થઇ શકે છે. 21 મેએ મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. ચોક્કસ જિલ્લાની વાત કરીએ તો વલસાડ ડાંગ,નવસારી,તાપી,સુરત,નર્મદા,ભરૂચ,છોટાઉદેપુર,વડોદરામાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.
22 મેએ ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 22 મેએ વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાદેપુર, વડોદરા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદનું અનુમાન છે. વાતાવરણમાં પલટાની વચ્ચે અને હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. મહીસાગરના સંતરામપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સંતરામપુર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં માવઠું થયું છે. પવન સાથે ખાબકેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે.લુણાવાડા તેમજ અન્ય તાલુકાઓમાં પણ વાતાવરણ પલટાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 8 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું બેસી જવાની શક્યતા છે. ત્રણ દિવસ બાદ એટલે કે 23મેથી ચોમાસા પૂર્વેની પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થવાની પૂરી શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે.
23થી 25 મે દરમિયાન ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાવાઝોડાનું સંકટ પણ તોળાઇ રહ્યું છે. જેની અસરથી પણ વરસાદનું અનુમાન છે. 23થી 25 મે દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. ખાસ કરીને
વલસાડ, ડાંગ, નવસારી,તાપી, સુરત,નર્મદા,ભરૂચ, છોટાઉદેપુર,વડોદરા,ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર,રાજકોટ,જૂનાગઢ,બોટાદ,સુરેન્દ્રનગર,દ્વારકા,જામનગર,પોરબંદર,મોરબી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.





















