Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ગુજરાત રીજનમાં સારો વરસાદ વરસી રહ્યો છે. જાણીએ આગામી દિવસોમાં શું રહેશે સ્થિતિ

Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ અને કચ્છમાં આજથી વરસાદનું જોર તદન ઘટી જશે. ગુજરાત રિજનમાં મધ્યમથી ભારે છૂટછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ઉપરોકત્ત તમામ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી કારણ કે આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. ગુજરાત રિજનના કેટલાક જિલ્લામાં એટલે એકાદ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. બાકીના જિલ્લામાં મધ્યમ વરસાદનું અનુમાન છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ આખો દિવસ રહી શકે પણ વરસાદ ન વરસે તેવી પણ શક્યતા છે.
અત્યારે રાજસ્થાન મધ્ય પ્રદેશ, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પર વાદળો જોવા મળી રહ્યાં છે અત્યારે જે સિસ્ટમ મૂજબૂત હતી તે હવે નબળી પડી ગઇ વેલમાર્ક લો પ્રેશર એરિયા અને પછી લો પ્રેશર એરિયામાં ફેરવાઇ જશે. આ સિસ્ટમ હવે આગળ જશે અને આપણે ત્યાં વરસાદનું જોર ઓછુ થઇ જશે. કારણે કે આ સિસ્ટમ આગળ જતાં ગુજરાત પર તેની અસર નહિ જોવા મળે.
ગુજરાત રીજન આજે પણ હજુ વરસાદ વરરશે કોઇ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વધુ વરસાદનું જોર આજે ઘટશે. આજે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
સાંબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાલાદ, ગાંધીનગર, મહિસાગર, પંચમહાલ ખેડા. આણંદમા મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારો ડાંગ, તાપી, સુરત, નવસાડી. વલસાડમાં વરસાદનું અનુમાન છે. ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથમાં હળવા વરસાદનું અનુમાન છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં હજુ 30 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જો કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ ઘટી જશે. 30 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા જોવાઇ રહી છે. કારણે કે આગામી દિવસોમાં કે હાલ એવી કોઇ સિસ્ટમ સર્જાઇ તેવી શક્યતા જોવા મળતી નથી.જે ગુજરાતમાં વરસાદ લાવે તો ઓગસ્ટની શરૂઆત રાજ્યમાં કોરી થાય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે.





















