શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 5 દિવસ આ 11 જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Rain Forecast: હાલ ગુજરાત પર કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નથી પરંતુ રાજ્યના 11 જિલ્લામાં મધ્યમ વરસાદનું અનુમાન છે.

Gujarat Rain Forecast:ગુજરાતમાં આગામી 5 વરસાદી માહોલનું અનુમાન છે. સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાની મધ્યમ વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે.  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છુટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. તો કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ  વરસી શકે છે.

કચ્છ-સૌરાષ્ટ્રના 11 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે . સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીમાં હળવા વરસાદની શક્યતા છે.દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે મોસમનો મિજાજ બદલાય શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીની સાથે નવસારી અને વલસાડ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળો પર વરસાદ વરસી શકે છે.મધ્ય ગુજરાતના 8 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે વરસાદ વરસી શકે છે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગર,વડોદરા અને છોટા ઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા છે.                 

ચોમાસાની સિઝનની કેટલો વરસાદ વરસ્યો?

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 124.61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 128.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 120.69 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 107.61 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.                   

 રાજ્યના ડેમની શું છે સ્થિતિ?

ચાલુ વર્ષે સિઝનમા પ્રથમવાર સરદાર સરોવર ડેમ 91.56 ટકા ભરાયો  છે.  હાલ સરદાર સરોવર ડેમમાં ચાર લાખ 48 હજાર 629 ક્યુસેક પાણીની આવક સામે બે લાખ 80 હજાર ક્યુસેક પાણીની જાવક છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 167 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 146 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 11 જળાશયો એલર્ટ પર છે.  જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ પર છે.

આ પણ વાંચો 

ગુજરાતમાં દોડશે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, PM મોદી બતાવશે લીલી ઝંડી, જાણો તમામ જાણકારી 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ
Look Back 2024: ભારતમાં 2024ની ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજી વખત બન્યા PM, અનેક રાજ્યોમાં સત્તા પરિવર્તન
Look Back 2024: ભારતમાં 2024ની ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજી વખત બન્યા PM, અનેક રાજ્યોમાં સત્તા પરિવર્તન
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર
Embed widget