Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે મેઘરાજાની થશે એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast:આવતીકાલથી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યમાંવધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ચાર દિવસ દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. 25 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
Gujarat Rain Forecast: હવામાન વિભાગની (Meteorological Department,) આગાહી (Forecast) મુજબ આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદ (rain) વરસી શકે છે. સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયાસ્થલો પર ભારે વરસાદનું (rain)અનુમાન છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. તો પ્રવાસન સ્થળ દીવના છુટાછવાયા સ્થળો પર ઝરમર વરસાદ વરસી શકે છે.
આવતીકાલથી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યમાંવધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ચાર દિવસ દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. 25 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવાન વિભાગે વરસાદની આગાહીના પગલે વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો તો સુરત, તાપી,નવસારી,ડાંગમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં 25 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં ચોમાસાની વિદાયનો પ્રારંભ થઇ ગયો છે. હવામાન વિભાગે કચ્છમાંથી 183 ટકાથીવધુ વરસાદ સાથે વિદાય જાહેર કરી છે.કચ્છમાં ચોમાસું 90 દિવસ રહ્યું.
રાજ્યમાં ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ વરસ્યો
રાજ્યમાં આ વર્ષે વરસેલા વરસાદે છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ચોમાસાની સિઝનનો 125.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વર્ષ 2023માં 108.16 ટકા.. વર્ષ 2022માં 122.09 ટકા અને વર્ષ 2021માં રાજ્યમાં સિઝનનો 98.48 ટકા વરસાદ વરસ્યો હતો, ચોમાસાની સિઝનનો સૌરાષ્ટ્રમાં 129.81 ટકા વરસાદ વરસ્યો છે તો તો દક્ષિણ ગુજરાતમાં 129.89 ટકા, મધ્ય ગુજરાતમાં 121.42 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 107.77 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો?
રાજ્યના 206 પૈકી 109 જળાશયો 100 ટકા ભરાયેલા છે તો 70થી100 ટકાભરાયેલા જળાશયોની સંખ્યા 64, તો 18 જળાશયો 50થી 70 ટકા અને નવ જળાશયો 25થી50 ટકા ભરાયેલા છે.રાજ્યના કુલ 206 પૈકી 173 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી પૈકી 90 ટકાથી વધુ ભરાયેલા 152 જળાશયો હાઈએલર્ટ પર છે, જ્યારે 14 જળાશયો એલર્ટ અને સાત જળાશયો વોર્નિંગ પર છે.
આ પણ વાંચો
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી