Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે ફરી માવઠું
11 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 11 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો આવશે
Weather Forecast:હવામાન વિભાગે રાજ્યમાં ફરી હવામાન પલટાના સંકેત આપ્યાં છે, 11 એપ્રિલ બાદ તાપમાનમાં રાહત મળશે પરંતુ આ સાથે વાદળાછાયું વાતાવરણ રહેશે તો ક્યાંક હળવા ઝાપટાનું પણ અનુમાન છે. રાજ્યના હવામાનમાં ફરી એક વાર પલટો જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જો કે બે દિવ પછી માવઠાનો અનુમાન વ્યક્ત કર્યો છે.
રાજ્યના હવામાન વિભાગે ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે, 11 એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો અનુમાન છે. ખાસ કરીને વલસાડ, સુરત, નવસારીમાં ભારે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. સ્કાયમેટે પણ આગામી 2 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે.
તો બીજી તરફ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યોમાં હિટ વેવ મોજું યથાવત છે. IMDના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ રાજ્યોમાં ગરમી વધુ વધશે.
તેલંગાણા અને ઉત્તર તમિલનાડુના ઘણા ભાગો, કેરળના અલગ ભાગો, તટીય આંધ્ર પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પણ તાપમાન વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 12 એપ્રિલ સુધી આકાશ સ્વચ્છ રહેશે. 13મી એપ્રિલે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 17 થી 21 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.
દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીની લહેરથી ગંભીર ગરમીની સ્થિતિ પ્રવર્તે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી કેટલાક દિવસોમાં તમિલનાડુ, ઉત્તરીય આંતરિક કર્ણાટક, રાયલસીમા અને તેલંગાણાના જુદા જુદા ભાગોમાં હિટવેવના કારણે કાળઝાળ ગરમી પડી શકે છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર ગંગાના પશ્ચિમ બંગાળ, પૂર્વ આસામ અને અરુણાચલ પ્રદેશમાં આગામી 1-2 દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.