Rain Forecast: સૌરાષ્ટ્ર સહિત રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો રાજ્યમાં ક્યારે થશે ચોમાસાનું આગમન
Rain Forecast: અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમના કારણે ચોમાસાએ વહેલી દસ્તક દીધી છે. 24 મેએ કેરળમાં ચોમાસમાં આગમન થઇ ગયું, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મિઝોરમમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે.

Rain Forecast:ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે સતત વરસાદ વરસી રહ્યો છે. ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદ પડશે. આગામી ત્રણથી 4 દિવસમાં સુરત નવસારી, વલસાડમાં ભારે વરસાદનું અનુમાન છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાત જિલ્લામાં પણ આગામી 3 દિવસ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 27 મેની આસપાસ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. જેમાં પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. વિગતવાર જિલ્લાની વાત કરીએ તો 27ની આસપાસ વડોદરા, અમદાવાદ, સાબરકાઠાં, અરવલ્લી, મહેસાણા, તાપી વલસાડ, ભરૂચ, તાપીમાં વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 27 એપ્રિલે ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાયના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. જો કે 30 મે બાદ રાજ્યમાં પ્રમાણમાં વરસાદનું જોર ઘટી જશે.
ગુજરાતમાં ચોમાસાની દસ્તક ક્યારે
તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મિઝોરમમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસાની આગળ વઘવાની ગતિ ખૂબ સારી છે. આગામી 2થી 3 દિવસમાં ચોમાસાની એન્ટ્રી મહારાષ્ટ્રમાં થઇ જશે. 15 જૂન પહેલા ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. હાલ જે છુટછવાયો વરસાદ વરસી રહ્યો છે તે પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસી રહ્ય છે.
આગામી બે દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે 50થી 60 કેએમપીએચની સ્પીડ સાથે પવન ફૂંકાશે. બે દિવસ બાદ પવનની ગતિ થોડી ઓછી થશે. આખા ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, અરબ સાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તે વેલમાર્ક લો પ્રેશર બન્યું છે. હાલ આ સિસ્ટમ કોંકણના દરિયાકાંઠા પાસે છે. આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ જઈ રહી છે. હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, 29મી મે સુધી આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવીથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.





















