Rain Forecast: ગુજરાતમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી તો આ જિલ્લામાં ઘટશે જોર, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યભરમાં ચોમાસુ પૂરજોશમાં જામ્યું છે. ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે. જાણીએ આગામી દિવસોમાં કેવું વેધર રહેશે.

Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, અ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે. જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી કે રાજ્યમાં '22 થી 30 જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ વરસશે. અંબાલાલ પટેલના અનુસાર, 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેના કારણે 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો 9 થી 15 જૂલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.
કચ્છમાં સારા વરસાદના પગલે જળાશયોમાં પણ પાણીની સારી આવક થઇ છે. કચ્છના નખત્રાણાનો નિરોણા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યાં છે. સૌરાષ્ટ્રમાં પણછેલ્લા કેટલાક દિવસોમાં સારો વરસાદ વરસ્યો છે, જેના પગલે રાજકોટના ધોરાજીમાં ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદથી પણ ડેમમાં પાણીની આવક સારી થઇ રહી છે. ડેમ ઓવરફ્લો થતાં ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યાં છે. જેના પગલે ઉપલેટા,માણાવદરના ગામોને
કુતિયાણા, પોરબંદરના ગામોને પણ એલર્ટ કરાયા છે.





















