હાડ થીજવતી ઠંડીથી મળશે આશિંક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર હાડ થીજવતી ઠંડીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના અનુસાર 24 અને 26 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે.
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર હાડ થીજવતી ઠંડીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના અનુસાર 24 અને 26 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે. આજે અમદાવાદ શહેર રહ્યું સૌથી ઠંડુંગાર. અમદાવાદમાં નોંધાયું 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન. દીવમાં 11 અને ડીસામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે. જેને લઈને આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. લોકોને ઠંડીમાંથી આંશિક રાહત મળશે. જો કે આગામી 3 થી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 11 ડીગ્રી રહેવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જો કે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં તેજ પવનોને કારણે ઠંડી રહેશે.
રાજ્યમાં લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે મેટ્રો સિટી અમદાવાદની વાત કરીએ તો અહી તાપમાન 10.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર હોવાનુ સામે આવ્યુ છે. શહેરો તેમજ ગામડામાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠુંઠવાયા છે તો રાત્રિનાં સમયે રસ્તાઓ પણ સૂમસામ જોવા મળી રહ્યા છે. જે ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનું સાર આજથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ઠંડીનું જોર ધટશે આગામી દિવસોમાં મોટાભાગના શહેરોમાં લધુતમ તાપમાનનો પારો ર થી 4 ડિગ્રી સેલ્સીયસ સુધી ઉચકાશે રાજકોટનું લધુતમ તાપમાન 15 ડીગ્રી આસપાસ રહેશે.
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર ધટયું છે. જમ્મુ-કાશ્મીરમાં પડેલી બફર વર્ષાના કારણે ગત સપ્તાહે હાજા ગગડાવતી ઠંડી પડયા બાદ હવે પારો ઉંચકાયા લાગ્યો છે. આગામી એક સપ્તાહ સુધી હજી ઠંડીમાં સતત ઘટાડો નોંઘશે. હાલ સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટબન્સ પસાર થઇ ગયા બાદ આવતા સપ્તાહથી ફરી રાજયમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના લોકોને આગામી ત્રણ દિવસ ઠંડીમાં થોડી આશિંક રાહત મળશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.