શોધખોળ કરો

Ahmedabad News: શહેરમાં ચાર દિવસમાં જ H3N2ના નવા 4 કેસ, ગુજરાતમાં ત્રણ મહિનામાં H1N1ના 80 કેસ નોંધાયા

કોરોનાના વધતા કેસ વચ્ચે H3N2ના વાયરસની પણ કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં H3N2ના 4 કેસ નોંધાયા છે.

Ahmedabad News:કોરોનાના વધતા કેસ વચ્ચે H3N2ના વાયરસની પણ કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં H3N2ના 4 કેસ નોંધાયા છે. સ્થિતિની ગંભીરતાથી લઇને AMCએ નિશુલ્ક ટેસ્ટની વ્યવસ્થા કરી છે. AMCએ એલજી અને શારદાબેન હોસ્પિટલમાં નિશુલ્ક ટેસ્ટની વ્યવસ્થા કરી છે.

ગુજરાતમાં ત્રણ મહિનામાં H1N1ના 80 કેસ... H3N2 સિઝનલ ફ્લૂના છ કેસ નોંધાયા... જો કે H3N2ના ફ્લૂથી એક પણ મોત ન નોંધાયા હોવાનો આરોગ્યમંત્રીનો ઋષિકેશ પટેલે  માહિતી આપી છે. જરૂર પડ્યે જીનોમ ટેસ્ટ, પૂરતી દવા ઉપલબ્ધ હોવાનો જાહેરાત કરી છે.

અમદાવાદ, રાજકોટ અને સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો, જાણો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Case Update:આજે રાજ્યમાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કોરોનાનાં કુલ 521 એક્ટિવ કેસ થઈ ગયા છે.  તો બીજી તરફ કોરોનાના 3 દર્દી વેન્ટિલેટર પર છે. કેસની વાત કરીએ તો, સોથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 49 નોંધાયા છે. જ્યારે રાજકોટ અને સુરત શહેરમાં 12-12 કેસ નોંધાયા છે. મહેસાણામાં 11 કેસ નોંધાયા છે જ્યારે સાબરકાંઠામાં 6 કેસ નોંધાયા છે.

સુરત શહેરમાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા 

સુરત શહેરમાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ માર્ચ મહિનામાં કુલ 47 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરતમાં હાલ 39 એક્ટિવ કેસ છે. બે દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આજે 32 લોકોનું કોવિડ રસીકરણ કરવામાં આવ્યું હતું.

 અમદાવાદમાં કોરોનાની સાથે સાથે H3N2 વાયરસની એન્ટ્રી

કોરોનાની સાથે સાથે રાજ્યમાં  H3N2ના કેસ પણ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં H3N2ના 4 કેસ નોંધાયા છે. 4 માંથી 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. LG અને શારદા બેન હોસ્પિટલમા બે દર્દીની સારવાર ચાલી રહી છે. જેને લઈને અમદાવાદ કોર્પોરેશન આગામી સમયમાં સંજીવની રથ શરુ કરશે. Amc હસ્તક આવેલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ ઓફિસર ઘરે જઈ રેપીડ ટેસ્ટ કીટ લઈ ટેસ્ટિંગ કરશે.

રાજ્યમાં H3N2 વાયરસના કારણે એકપણ મોત નથી થયુ

વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે રાજ્યમાં H3N2 વાયરસના કારણે એકપણ મોત નથી નોંધાયુ. રાજ્યમાં વકરેલા H3N2 વાયરસ અંગે આજે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. કૉંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યુ કે, H3N2ના કારણે શરદી, તાવ, ઝાડા અને ઉલટીના કેસમાં વધારો થયો છે. જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જે બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યુ હતુ કે  રાજ્યમાં H3N2 વાયરસના કુલ 3 કેસ નોંધાયા છે. હજુ સુધી એકપણ મૃત્યુ H3N2 વાયરસથી નથી થયુ. રાજ્યમાં પહેલી જાન્યુઆરીથી 13 માર્ચ સુધી સિઝનલ ફ્લૂના 83 કેસ નોંધાયા છે. જેમાં એકનું મોત નિપજ્યુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget