શોધખોળ કરો

Surendranagar: સમઢિયાળામાં પીડિત પરિવારને મળવા પહોંચ્યા સાંસદ, પોલીસે 11 લોકોને કર્યા રાઉન્ડ અપ

સુરેન્દ્રનગર:ચુડાના સમઢિયાળા ગામમાં થયેલા ડબલ મર્ડર મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર સમઢિયાળામાં થયેલા ડબલ મર્ડર મામલે પોલીસે 11 લોકોને રાઉન્ડઅપ કર્યા છે.

સુરેન્દ્રનગર:ચુડાના સમઢિયાળા ગામમાં થયેલા ડબલ મર્ડર મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર સમઢિયાળામાં થયેલા ડબલ મર્ડર મામલે પોલીસે 11 લોકોને રાઉન્ડઅપ કર્યા છે. તો બીજી તરફ આજે અમદાવાદનાં સાંસદએ પીડિત પરીવારની મુલાકાત કરી હતી. આ ઉપરાંત ઇજાગ્રસ્તો સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. 

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કીરીટભાઇ સોલંકી, રાજુભાઈ પરમાર પુર્વ સાંસદ, દસાડા ધારાસભ્ય પી  પરમાર સહિતનાં લોકો સાથે જોડાયાં હતાં. આ દરમિયાન સરકાર આપની સાથે છે તેવી પરીવારને સાંત્વના આપી હતી. બનાવ દુઃખદ બન્યો છે જીલ્લા એસપી અને જીલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબીગ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી આવા તત્ત્વોને ન છોડવા સુચનાઓ આપી છે. પોતાની જમીન મુળ માલીકોને મળે ગુનેગારો સામે કાર્યવાહી થાયએ દિશામાં સરકાર કામ કરશે તેવી સાંત્વના સાંસદે આપી છે.

પહેલા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

(૧) અમરાભાઇ ખાચર,ઉ.વ.૬૫ 
(૨) જીલુભાઇ ઉર્ફે ઘુઘાભાઇ અમરાભાઇ ખાચર, ઉ.વ.૩૨ 
(૩) મંગળુભાઇ ખાચર, ઉ.વ.૨૩ 
(૪) ભીખુભાઇ ખાચર,ઉ.વ.૬૪ 
(૫) રણજીતભાઇ ઉર્ફે ભાણભાઇ ભાંભળા,ઉ.વ.૩૯ 

કોંગ્રેસના નેતાઓએ કરી રતી પીડિત પરિવાર સાથે મુલાકાત

ગુજરાત કોગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પણ હાજર રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે પરિવારજનો સાથે સાંત્વના આપી અને યોગ્ય ન્યાય મળે તે માટે રાજકોટ રેન્જ આઇજી સાથે મુલાકાત કરી હતી. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ ઘટના પહેલા પીડિત પરિવારે ગૃહમંત્રી હર્ષસંઘવીને અરજી કરીને લેખિતમાં પોલીસનું રક્ષણ માગ્યું હતું પરંતુ રક્ષણ  ન મળતા આખરે બંને સગા ભાઇઓ આ દુશ્મનીનો ભોગ બન્યા. તેમણે જણાવ્યું કે, સામાજિક સમરસતા ડોહળાઇ રહી છે. જો ગુજરાત પોલીસને આદેશ અપાયા હોત અને  થોડી સતર્કતા દાખવવામાં આવી હોત તો આ ઘટના ન બની હોત અને બંને ભાઇની જિંદગી બચી જાત.

આ ઘટનાને લઇને  હોસ્પિટલ પહોંચેલા ભાજપના ધારાસભ્યનો પરિવારજનો અને સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા તેમજ પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા પોલીસ વડા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. પીડિત પરિજનોએ રોષ પ્રગટ કર્યો હતો.     હત્યાના તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી મૃતકના પરિવારજનોએ ન્યાય આપવાની રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે ખાતરી આપી હતી અને અલગ અલગ ટીમો બનાવી ખૂબ જ ઝડપથી તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હોવાની વાત કરી હતી.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
Embed widget