શોધખોળ કરો

રાજ્યની તમામ ખાનગી શાળાઓની ફી માફઃ જાણો ક્યાં સુધી વાલીઓએ ફી નહીં ભરવી પડે ? શું છે રૂપાણી સરકારનો આદેશ ?

વાલીઓ દ્વારા કરાયેલી પીટિશનના કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા ફી અને ઓનલાઈન એજ્યુકેશન સહિતના વિવિધ મુદ્દે આજે વિધિવત ઠરાવ કરવામા આવ્યો છે.

અમદાવાદઃ કોરોનાને પગલે માર્ચથી સ્કૂલો બંધ છે ક્લાસરૂમ શિક્ષણ જ થતુ નથી ત્યારે ઘણા સમયથી વાલીઓ દ્વારા ફી માફીની માંગ ઉઠી હતી અને સરકાર સામે આ મુદ્દે વિરોધ સાથે આંદોલન પણ શરૂ થયુ હતુ ત્યારે અંતે સરકારે વિધિવત ઠરાવ કરતા સ્કૂલો વાસ્તવીક રીતે પુન:શરૂ ન થાય ત્યાં સુધી એટલે કે ક્લાસરૂમ શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી સંચાલકો ફી નહી લઈ શકે તેવો કડક આદેશ કર્યો છે અને જે સાથે વાલીઓને મોટી રાહત મળી છે. જો કે સરકારે સંચાલકોને ફી ઘટાડવા સમજાવ્યા હતા પરંતુ સંચાલકો ફી ઘટાડવા સંમંત ન થતા અંતે સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનું હથિયાર ઉગામ્યુ છે. વાલીઓ દ્વારા કરાયેલી પીટિશનના કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા ફી અને ઓનલાઈન એજ્યુકેશન સહિતના વિવિધ મુદ્દે ગઇકાલે વિધિવત ઠરાવ કરવામા આવ્યો છે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ તમામ સ્કૂલોએ કેન્દ્ર સરકાર દ્વારા 14મી જુલાઈએ પ્રગ્યાતા ,ગાઈડલાઈન ફોર ડિજિટલ એજ્યુકેશન મુજબ હોમ લર્નિંગ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિ કરવાની રહેશે. આ પહેલા ગુજરાત હાઇકોર્ટે વાલીઓને રાહતા આપતા કહ્યું હતું કે, સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કૂલ ફીની માંગણી નહિ કરી શકે. હાઇકોર્ટ કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા હતા જે સામે ફટકાર લગાવી છે. હાઇકોર્ટે સ્કૂલો તરફથી ફી ભરવા પર દબાણ કરે તો ડીઈઓએ પગલાં લેવાના આદેશ આપ્યા છે. સરકારના ઠરાવ મુજબ લોકડાઉનની સ્થિતિમાં પણ ઘણી સ્કૂલોએ વાલીઓ પાસથી ફીની માંગણી કરી ભરવા ફરજ પાડી છે અને ઘણી સ્કૂલોએ તેમના શિક્ષકો-કર્મચારીઓ સહિતના સ્ટાફને પગાર ચુકવતી નથી તેમજ કેટલીક સ્કૂલો 40થી50 ટકા જેટલુ ઓછુ વેતન ચુકવે છે. જેથી તમામના જાહેર હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છેકે સ્કૂલો વાસ્તવિક રીતે બંધ થઈ છે તે સમયગળાથી શરૂ કરીને પુન:વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધીની કોઈ પણ પ્રકારની ટયુશન ફી વસૂલ કરી શકાશે નહી. ઉપરાંત ખાનગી સ્કૂલો 2020-21માં કોઈ પણ પ્રકારનો ફી વધારો કરી શકશે નહી અને લોકડાઉનના સમયગાળા દરમિયાન શાળાઓને થયલે શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓના વેતનનો વાસ્તવિક ખર્ચ ફી રેગ્યુલેશન એક્ટ હેઠળ આગામી વર્ષની ફી નક્કી કરતી વખતે ફી કમિટી દ્વારા ધ્યાને લેવાશે. મહત્વનું છે કે સરકારે હવે જ્યાં સુધી ક્લાસરૂમ શિક્ષણ  શરૂ ન થાય અને રેગ્યુલર સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી વાલીઓને સંપૂર્ણ ફી માફીની રાહત આપી દીધી છે અને જેનાથા રાજ્યના લાખો વાલીઓને મોટો ફાયદો થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ
Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Embed widget