Gujarat Temple open: પાવાગઢ સહિત આ મંદિરો 2 દિવસ બાદ આજે ભક્તો માટે ફરી ખૂલ્યા, જાણો રોપે સર્વિસ કયારે થશે શરૂ
પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે આજથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જો કે ભારે પવનને લીધે પાવાગઢ રોપ વે સેવા આજે પણ બંધ રહેશે.
Gujarat Temple open:બિપરજોય વાવાઝોડુ 15 જૂને ગુજરાત પર ત્રાટક્યું હતું. જેના પગલે અગમચેતીના ભાગરૂપે ગુજરાતના મંદિરોના દ્રાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. જો કે હવે વાવાઝોડુ પસાર થઇ જતા મંદિરોના દ્વાર ભક્તો માટે ખોલી દેવાયા છે.
બિપરજોય વાવાઝોડાની તીવ્રતાને જોતા અગમચેનીના ભાગરૂપે પ્રશાસન દ્રારા કેટલાક પગલા લેવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે ગુજરાતના ધર્મસ્થાનો પણ ભકતો માટે બંધ કરી દેવાયા હતા. જો કે હવે વાવાઝોડુ પસાર થઇ જતાં ગુજરાના ઘર્મસ્થાનોને ફરી એકવાર ખુલ્લા મૂકાયા છે.
પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે આજથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જો કે ભારે પવનને લીધે પાવાગઢ રોપ વે સેવા આજે પણ બંધ રહેશે. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપ વે સેવા ફરીથી શરૂ કરાશે. ઉપરાંત આજથી આજથી દ્વારકા, સોમનાથ, ખોડલધામને પણ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. માતાના મઢમાં પણ આજથી ભક્તો દર્શન કરી શકશે.
Gandhinagar: ભારે પવન છતાં રૂપાલ મંદિરના શિખર પરની ધજાઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફરકતા લોકોમાં કુતુહલ
Gandhinagar:અત્યારે રાજ્યમાં વાવાઝોડાના કારણે ભારે પવનો ફૂંકાઇ રહ્યાં છે, અને ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે, ત્યારે ગાંધીનગરના રૂપાલમાંથી એક કુતુહલભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં વાવાઝોડા બાદ ફૂંકાયેલા પવનમાં પણ મંદિરની બે ધજાઓ આશ્ચર્ચચકિત થઇ જવાય એ રીતે એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરકી રહી છે. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ખરેખરમાં, હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ગાંધીનગરના રૂપાલ ગામનો છે, ખાસ વાત છે કે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીનું મંદિર છે, આ મંદિરના શિખર પર બે ધજાઓ ચઢાવેલી છે, આ બન્ને ધજાઓ વાવાઝોડાના ભારે પવન વચ્ચે પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં એટલે કે એક ધજા "દક્ષિણ તરફ" અને બાકીની "બધી જ ધજાઓ" ઉત્તર તરફ ફરકતી દેખાઇ રહી છે, આ ઘટના જોયા બાદ ભક્તોમાં કુતુહલ પેદા થઇ ગયુ છે. મહત્વનું છે આ ઘટના કેવી રીતે બની અને કેમ બની તે અંગે કોઇ જાણકારી સામે આવી નથી.