શોધખોળ કરો
Advertisement
આ ગુજરાતી યુવકને એમેઝોન કંપનીએ આપ્યું 1 કરોડ રૂપિયાનું પેકેજ, જાણો ગુજરાતના ક્યા શહેરમાં છે ભણ્યો?
ઉચ્ચ અભ્યાસના કારણે એમેઝોન કંપનીએ ભરૂચના યુવાન મૌલીકની નોકરી માટે પસંદગી કરી હતી. તેણે અલગ-અલગ તબક્કામાંથી પસાર થઈને સોફ્ટવેર એન્જીનીયર તરીકે રૂપિયા 1 કરોડના વાર્ષિક પેકેજ સાથે નોકરી મળતાની સાથે તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
ભરૂચ: ભરૂચના એક યુવાને કેલિફોર્નિયા ખાતે એમેઝોન કંપનીમાં રૂપિયા 1 કરોડના પેકેજમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે નોકરી મેળવી છે. રૂપિયા 1 કરોડના પેકેજની નોકરી મળતાં પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી.
વિક્રમ ભટ્ટ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સંસ્કાર પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકની ફરજ તરીકે ફરજ બજાવે છે. તેમના પરિવારમાં પત્ની સપના ભટ્ટ તથા પુત્ર મૌલીક અને પુત્રી હિરલ છે. પુત્રે મૌલિકે માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ રૂંગટા વિદ્યાલયમાં મેળવ્યું છે. તેણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નર્મદા વિદ્યાલયમાંથી મેળવ્યું હતું.
ત્યાર બાદ તેણે નિરમા યુનિવર્સીટીમાં ઈલેક્ટ્રોનીક્સ અને કોમ્યુનિકેશન વિભાગમાં અભ્યાસ કર્યો હતો. તેણે યુનિવર્સીટીમાં ડિગ્રી મેળવ્યા બાદ અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટની સેન હોજ સ્ટેટ યુનિવર્સીટીમાંથી કોમ્પ્યુટર માસ્ટરની ડિગ્રી મેળવી હતી.
ઉચ્ચ અભ્યાસના કારણે એમેઝોન કંપનીએ ભરૂચના યુવાન મૌલીકની નોકરી માટે પસંદગી કરી હતી. તેણે અલગ-અલગ તબક્કામાંથી પસાર થઈને સોફ્ટવેર એન્જીનીયર તરીકે રૂપિયા 1 કરોડના વાર્ષિક પેકેજ સાથે નોકરી મળતાની સાથે તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion