શોધખોળ કરો

Ambaji: અંબાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળના ખુલાસા બાદ મોટો નિર્ણય, મંદિરના કર્મચારીઓ જ બનાવશે પ્રસાદ

Ambaji: અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટેના ઘીમાં ભેળસેળ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

Ambaji:  અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટેના ઘીમાં ભેળસેળ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, અંબાજીમાં મોહિની કેટરર્સના ઘીનો સેમ્પલ ફેલ થવાના કારણે મોહનથાળનો પ્રસાદ બનાવવાનું મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં તાત્કાલિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રસાદ બનાવવાની કામગીરી અંબાજી મંદિરના કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. આગામી સમયમાં મંદિરના વહીવટી તંત્ર યોગ્ય સંસ્થાને ટેન્ડર આપી અને પ્રસાદ બનાવવાની કામગીરી સોંપશે.

Ambaji: અંબાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળના ખુલાસા બાદ મોટો નિર્ણય, મંદિરના કર્મચારીઓ જ બનાવશે પ્રસાદ

નોંધનીય છે કે મોહનથાળના નકલી ઘીના ઉપયોગના કેસના ખુલાસામાં અમદાવાદમાં માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું છે.  મોહિની કેટરસે પ્રસાદની માંગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો.  જે બાદ મોડી રાત્રે ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માર્યુ હતું.

ભાદરવી પૂનમના મેળા પહેલાં ફૂડ વિભાગે અંબાજી મંદિરના ભોજનાલયમાં પ્રસાદના સ્થળેથી ઘીના સેમ્પલ લીધા હતા. જે બાદ રિપોર્ટમાં ખુલાસો થયો કે ઘીમાં ભેળસેળ હતી. અંબાજી મંદિરમાં મોહનથાળના આ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું.  સંચાલકે તો દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે  કેમ કે તેમને જ નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું.  તો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કમિશ્નર ડૉ. હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે મોહિની કેટરર્સે જ સસ્તાની લ્હાયમાં ભેળસેળિયું ઘી લીધું હતું.

આ વખતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માંના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, હવે આ મોહનથાળના પ્રસાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે. અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ થઇ હોવાની રાડ ઉઠી છે. મોહનથાળ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે.

મળતી માહિતી પ્રમાણે, અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાસ વાત છે કે, ફૂડ વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે. મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget