નવરાત્રિને લઇને અંબાજી મંદિર મેનેજમેન્ટનો નિર્ણય, જાણો ગરબે રમવા અને પ્રવેશ માટે ક્યાં નવા નિયમો ઘડાયા
15 ઓક્ટોબર રવિવારે એટલે કે આજથી શારદિય નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવરાત્રિને લઇને અંબાજી મંદિર મેનેજમેન્ટે કેટલાક નિર્ણય કર્યો છે.
અંબાજી:મા આદ્યશક્તિની સાધના આરાધના અને ઉપાસનાનું પાવન પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ ચૂક્યો છે. નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજીમાં ગરબે ઘૂમવા અને પ્રવેશને લઇને કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે.
અંબાજી મેનેજમેન્ટ તંત્રે નવરાત્રિમાં અંબાજીમાં ગરબે ઘૂમવાને લઇને કેટલાક નિયમો ઘડ્યા છે. જે મુજબ મહિલા અને પુરુષો સાથે નહીં ગરબા નહી રમી શકે. મંદિરમાં મહિલાઓ અને બાળકોને ગેટ નંબર 7થી પ્રવેશ મળશે. મહિલાઓ ચાચર ચોકમાં અને પુરૂષોને શકિતદ્વારથી પિત્તળ ગેટની વચ્ચેના ચોકમાં ગરબા રમવાના રહેશે. તમામ ભક્તોને ઓળખપત્ર દર્શાવ્યા બાદ જ ગરબા રમવા માટે પ્રવેશ મળશે.
તો બીજી તરફ નવરાત્રિને લઈને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે રાસ-ગરબામાં રાત્રે 12 વાગ્યે માઈક સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લંઘન કરનાર સામે ધરપકડ સહિતના પગલા લેવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.
નવરાત્રીના પહેલા નોરતે અંબાજીમાં માંય ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં યાત્રાળુઓનો મોટો ઘસારો જોવા મળી રહયો છે. મંદિરમાં પ્રવેશતાં જ ભકતોનો ધસારો જોવા મળે છે. નવરાત્રીના પ્રારંભે અંબાજી મંદિર ભ્કતોના જય અંબે નાદથી ગૂંજી ઉઠ્યો અને ભક્તિમય માહૌલ સર્જાયો છે.
આ પણ વાંચો
Gujarat Rain forecast: આજે અને આવતી કાલે રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી