શોધખોળ કરો

Rain Update:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો, આ જિલ્લામાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ચોમાસાએ વિધિવત વિદાય લીધાના બહુ પહેલાથી જ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો.. જો કે ગઇ કાલથી વાતાવરણમાં પલટો આવતા કેટલાક જિલ્લામાં ઘનધોર વાદળ સાથે વરસાદ વરસ્યો હતો.

Rain Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકટો, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડ્યાં.ગોંડલ શહેરમાં જુદાજુદા વિસ્તારમાં વરસાદ વરસ્યો. માર્કેટ યાર્ડમાં ભારે વરસાદને લઈને ખુલ્લામાં પડેલ મગફળી પલળી ગઇ હતી.
તાલુકાના મોવિયા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો. ગોંડલ પંથકમાં વરસાદને લઈને કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થયું છે.

રાજકોટ શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. મવડી રોડ, કાલાવડ રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. નવરાત્રી પહેલા  વરસાદનો માહોલે જમાવટ કરતાં નવરાત્રિમાં પણ વરસાદ રંગમાં ભંગ પાડે તેવી શક્યતા નકારી ન શકાય.

જેતપુરમાં પણ ગઇકાલે સાંજના સમયે વરસાદી માહોલે જમાવટ કરી હતી. જેતપુર સાંજ ના સમયે વાતાવરણ માં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. જેતપુરમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેતપુરવી તીન બત્તી ચોક, સ્ટેન્ડ ચોક, જૂનાગઢ રોડ, એમજી રોડ, અમરનગર રોડ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
 જામનગરમાં મોડી રાત્રે કાલાવડ શહેર તથા તાલુકાના અનેક ગામોમા વરસાદ વરસ્યો. કાલાવડમાં ગત રાત્રીના 40 મીમી વરસાદ પડયો છે. કાલાવડ શહેર ઉપરાંત તાલુકાના નીકાવા, શિશાંગ , રાજડા , મોટા વડાલા ,આણંદપર સહિતના ગામોમા પણ  વરસાદ પડ્યો હતો.

જુનાગઢ જિલ્લામાં પણ ગઇકાલથી વાતાવરણમાં પલટો આવ્યો હતો જુનગઢ પંથકમાં વરસાદના આગમનથી બફારાથી રાહત મળી હતી અને ઠંડક પ્રસરી ગઇ હતી. જૂનાગઢના  વંથલીમા વરસાદ વરસ્યો હતો.
લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ છવાયો હતો. બપોર બાદ અચાનક વાતાવરણ માં પલટો આવ્યો અને વંથલી,શાપુર, મોટા કાજલિયાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. જો કે આ વરસાદ મગફળીના પાકને નુકસાન કરે તેવી ચિંતા સતાવી રહી છે.

અમરેલીના વડીયા પંથકના અમુક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  અમરેલીના નાજાપુરમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓમાં પાણી  વહેતા થઇ ગયા હતા. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શરૂ વરસાદ આવતા લોકો ગરમી બફારા અને ઉકળાટથી રાહત મેળવી હતી.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 4થી5 દિવસ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં વરસાદ પડી શકે છે. નવરાત્રિ 15 ઓક્ટોબર એટલે કે કાલથી શરૂ થઇ રહી છે આ સ્થિતિમાં નવરાત્રિના આગળના દિવસમાં વરસાદ વિધ્ન રૂપ બને તેવી શક્યતા જોવાઇ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget