શોધખોળ કરો

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

Ambalal Patel Padmashree recommendation: મહેસાણા ભાજપના પૂર્વ મહામંત્રી રાજુ ચૌધરીએ પત્ર લખીને ગુજરાતના લાખો ખેડૂતો વતી આ સન્માનની અપીલ કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલને પદ્મશ્રી આપવા વડાપ્રધાનને રજૂઆત થઈ છે.
  • તેઓ ખેડૂતોને હવામાનની સચોટ આગાહી આપનાર કૃષિ નિષ્ણાત છે.
  • પરંપરાગત જ્ઞાન ને આધુનિકતાથી લાખો ખેડૂતોને મદદ કરે છે.
  • ચાર દાયકાથી વધુ સમયથી નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે.

Ambalal Patel Padmashree recommendation: ગુજરાતમાં જ્યારે પણ વરસાદ કે વાવાઝોડાની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ 'અંબાલાલ પટેલ'નું જ મગજમાં આવે છે. ગુજરાતના લાખો ખેડૂતો માટે સચોટ હવામાનની આગાહી કરનાર આ જાણીતા કૃષિ નિષ્ણાતને હવે ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત 'પદ્મશ્રી' પુરસ્કાર આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

મહેસાણા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને આંજણા યુવક મંડળના પ્રમુખ રાજુ ચૌધરીએ આ અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખાસ પત્ર લખીને રજૂઆત કરી છે. વડાપ્રધાનને લખેલા આ પત્રમાં અંબાલાલ પટેલના યોગદાનની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

રાજુ ચૌધરીએ જણાવ્યું છે કે, અંબાલાલ પટેલ માત્ર એક હવામાન વિશ્લેષક જ નથી, પરંતુ તેઓ પરંપરાગત જ્ઞાન અને આધુનિક પદ્ધતિઓનો અદભુત સમન્વય છે. આજના અત્યાધુનિક ટેકનોલોજીના યુગમાં ક્યારેક વૈજ્ઞાનિક સાધનોની આગાહી ખોટી પડી શકે છે, પરંતુ તેમનું આકલન હંમેશા ઉત્કૃષ્ટ સાબિત થાય છે.

તેમનું જ્યોતિષશાસ્ત્ર, નક્ષત્રો (જેમ કે રોહિણી અને આદ્રા) અને દરિયાઈ સિસ્ટમ આધારિત પરંપરાગત જ્ઞાન હંમેશા સચોટ સાબિત થાય છે. તેમની આ જ સચોટતાના કારણે રાજ્યના લાખો ખેડૂતો વાવણીના આયોજન માટે તેમના પર અતૂટ વિશ્વાસ ધરાવે છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની કારકિર્દી પર પ્રકાશ પાડતા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી B.Sc. (એગ્રીકલ્ચર) નો અભ્યાસ કર્યો છે. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે કૃષિ ક્ષેત્રે જ સરકારી સેવામાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.

વર્ષ 1972 માં તેઓ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા. નોકરી દરમિયાન પણ ખેડૂતોના કલ્યાણ માટે અને પ્રકૃતિના બદલાતા મિજાજને સમજવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા.

ત્યારબાદ વર્ષ 1980 માં તેમણે પોતાની પહેલી સત્તાવાર હવામાન આગાહી કરી હતી. ત્યારથી લઈને આજ દિન સુધી, એટલે કે છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી તેઓ વિનામૂલ્યે અને નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે.

આજે માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ ગુજરાતનું આખું મીડિયા જગત પણ હવામાનના સચોટ અંદાજ માટે તેમની જ સલાહ લે છે. મુશ્કેલ સમયમાં તેમની એક આગાહી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થતાં બચાવે છે.

પત્રના અંતમાં રાજુ ચૌધરીએ વડાપ્રધાનને નમ્ર વિનંતી કરી છે કે, ખેડૂતોના હિતમાં છેલ્લા 4.5 દાયકાથી અવિરત સેવા આપતા આ વડીલની સેવાની યોગ્ય નોંધ લેવામાં આવે. સમગ્ર ગુજરાત વતી તેમને 'પદ્મશ્રી' થી સન્માનિત કરવામાં આવે તેવી લોકલાગણી છે.

Frequently Asked Questions

અંબાલાલ પટેલ કોણ છે અને તેઓ શા માટે જાણીતા છે?

અંબાલાલ પટેલ ગુજરાતના જાણીતા કૃષિ નિષ્ણાત અને હવામાન આગાહીકાર છે. તેમની સચોટ હવામાન આગાહીઓ માટે તેઓ રાજ્યના લાખો ખેડૂતોમાં લોકપ્રિય છે.

અંબાલાલ પટેલ માટે કઈ માંગ કરવામાં આવી રહી છે?

મહેસાણા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમને પ્રતિષ્ઠિત 'પદ્મશ્રી' પુરસ્કાર આપવાની માંગ કરી છે.

અંબાલાલ પટેલ તેમની આગાહીઓ કેવી રીતે કરે છે?

તેઓ જ્યોતિષશાસ્ત્ર, નક્ષત્રો (જેમ કે રોહિણી, આદ્રા) અને દરિયાઈ સિસ્ટમ આધારિત પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરીને આગાહીઓ કરે છે. તેમની પદ્ધતિ ઘણીવાર વૈજ્ઞાનિક સાધનો કરતાં પણ સચોટ સાબિત થાય છે.

અંબાલાલ પટેલે પોતાની કારકિર્દી ક્યારે શરૂ કરી અને ક્યારથી આગાહીઓ કરે છે?

તેમણે 1972 માં એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે કારકિર્દી શરૂ કરી. 1980 માં તેમણે પોતાની પહેલી સત્તાવાર હવામાન આગાહી કરી હતી અને ત્યારથી 4 દાયકાથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Embed widget