શોધખોળ કરો

Gujarat Rain: અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી નવી આગાહી, આ વિસ્તારોમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર,  આવનારા ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે.

અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર,  આવનારા ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે. અંબાલાલના મતે હવે અત્યાર સુધી વરસાદ ન વરસેલા ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસશે. જ્યારે દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આવનારા ત્રણ દિવસ અતિભારે વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે. 

હાલ બે-ત્રણ દિવસ જામનગર આસપાસ વરસાદી ઝાપટા વરસશે. 28 જૂન આસપાસ જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સાર્વત્રિક વરસાદ વરસશે.  5 જુલાઈ સુધીમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી આવતા વહનના કારણે ગુજરાતમાં સચરાચર વરસાદ વરસવાનો અંબાલાલ પટેલનો દાવો છે. 

ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી મેઘરાજા મહેરબાન થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યમાં હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે.હવામાન વિભાહના જણાવ્યા અનુસાર,  મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ  સક્રિય  છે. જેના કારણે આજે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા બોટાદમાં ભારે વરસાદની  આગાહી કરાઈ છે.

આવતીકાલે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરી છે. જ્યારે 27 જૂને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. 

60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લામાં નોંધાયો છે. બપોરે 12 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ સવા બે ઇંચ ખેડામાં નોંધાયો છે. રાજ્યમાં વરસાદની માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આજે મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી 8 જિલ્લા અંગે આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 8 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના  જણાવ્યા અનુસાર,  અમદાવાદ ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલીમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે  વરસાદ થઈ શકે છે. રાજ્યના અન્ય 16 જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર 26 અને 27 તારીખે વરસાદનું  જોર ઘટી શકે છે પરંતુ  28 જૂનથી ફરી વરસાદ વધશે. ગુજરાતના  પૂર્વ અને દક્ષિણમાં વરસાદનું જોર વધવાનું  અનુમાન છે.  જો 26થી 27 તારીખ સુધી વરસારનું જોર ઘટ્યાં બાદ ફરી  29 અન 30 જૂનથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે. 30 જૂન બાદ  સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 2 જુલાઇ  સુધીમાં ચોમાસુ આખા રાજ્યને આવરી લેશે, જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારમાં સારો વરસાદ વરસે તેવું અનુમાન છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget