શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કોરોનાનો કહેર વધતા વધુ 10 ગામને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા

28 એપ્રિલથી 5 મેસુધી કંટેઈનમેંટ ઝોન અમલી રહેશે. આ સમય દરમિયાન આ વિસ્તારોમાં તમામ પ્રકારની અવર જવર પર પ્રતિબંધ રહશે.

અમરેલીમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને જીલ્લા વહીવટી પ્રશાસન એલર્ટ બન્યું છે. અમરેલી જીલ્લાના વધુ 10 ગામોને કેંટેઈનમેંટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાના મોટા પ્રમાણમાં કેસ સામે આવતા પ્રશાસને નિર્ણય લીધો છે અને અમરેલીના બાબાપુર, ચિત્તલ, ઈશ્વરીયા, જસવંતગઢ, લાલાવદર, નાના આંકડીયા, સરંભડા, લાઠીનું અકાળા, લીલીયાનું સલડી અને ખાંભાને કંટેઈનમેંટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

28 એપ્રિલથી 5 મેસુધી કંટેઈનમેંટ ઝોન અમલી રહેશે. આ સમય દરમિયાન આ વિસ્તારોમાં તમામ પ્રકારની અવર જવર પર પ્રતિબંધ રહશે. જીવન જરૂરિયાતની ચીઝવસ્તુઓની દુકાનને બાદ કરતા સંપૂર્ણ ગામ બંધ રહેશે. તો આ પહેલા કંટેઈનમેંટ ઝોનમાં મૂકેલા 12 ગામોની પણ મુદ્દત વધારીને 5 મે સુધીની કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગઈકાલે  રાજ્યમાં 14352 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે ગઈકાલે કોરોનાના  14340 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 170 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6656  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે.

રાજ્યમાં ગઈકાલે 7803 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,90,229 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 27 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,840  પર પહોંચ્યો છે. જેમાંથી 418 લોકો વેન્ટિલેટર પર અને 1,27,422 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, આણંદ 1, અરવલ્લી 4, બનાસકાંઠા 5, ભરૂચ 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશન 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, દાહોદ 2, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 9, જામનગર કોર્પોરેશન 9, જૂનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 3, કચ્છ 12, મહીસાગર 2, મહેસાણા 4, મોરબી 7, પંચમહાલ 1, પાટણ 4, રાજકોટ 4, રાજકોટ કોર્પોરેશન 9, સાબરકાંઠા 6, સુરત 4, સુરત કોર્પોરેશન 23, સુરેન્દ્રનગર 5, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 10 અને વલસાડ 3 મોત સાથે કુલ 170 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદમાં 56,  અમદાવાદ કોર્પોરેશનમાં 5669, અમરેલી 188,  આણંદ 124, અરવલ્લી 86, બનાસકાંઠા 224, ભરૂચ 175, ભાવનગર 124, ભાવનગર કોર્પોરેશન 233, બોટાદ 53, છોટા ઉદેપુર 69, દાહોદ 216, ડાંગ 22,દેવભૂમિ દ્વારકા 40, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 165,  ગીર સોમનાથ 126, જામનગર 299, જામનગર કોર્પોરેશન 398, જૂનાગઢ 128, જૂનાગઢ કોર્પોરેશન 133, ખેડા 157,  કચ્છ 177, મહીસાગર 166, મહેસાણા 469, મોરબી 68, નર્મદા 58, નવસારી 128,  પંચમહાલ 107, પાટણ 210, પોરબંદર 47, રાજકોટ 82, રાજકોટ કોર્પોરેશન 452, સાબરકાંઠા 106, સુરત 411, સુરત કોર્પોરેશન 1858, સુરેન્દ્રનગર 262, તાપી 151,  વડોદરા 229, વડોદરા કોર્પોરેશન 402 અને વલસાડ 124  કેસ સાથે કુલ 14352  કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,11,122 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,11,484 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,16,22,606 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14352 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7803 લોકો સ્વસ્થ થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?Amreli Letter Scam :  પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંતBet Dwarka Demolition :  બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરTiku Talsania Heart Attack : પ્રસિદ્ધ અભિનેતા ટિકુ તલસાણિયાને આવ્યો હાર્ટ અટેક, હાલત ગંભીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Fact Check: બાઇક પર પુત્રનો મૃતદેહ લઈ જતો જૂનો વીડિયો તિરુપતિ અકસ્માતનો બતાવીને વાયરલ
Fact Check: બાઇક પર પુત્રનો મૃતદેહ લઈ જતો જૂનો વીડિયો તિરુપતિ અકસ્માતનો બતાવીને વાયરલ
Jio ના ધમાકેદાર પ્લાનનો આજે છેલ્લો દિવસ, તક ચૂક્યા તો ખર્ચ કરવા પડશે વધુ પૈસા, જાણી લો
Jio ના ધમાકેદાર પ્લાનનો આજે છેલ્લો દિવસ, તક ચૂક્યા તો ખર્ચ કરવા પડશે વધુ પૈસા, જાણી લો
Embed widget