શોધખોળ કરો

Surendranagar: લીંબડી - લખતર હાઇવે પર બાઈક અને ડમ્પર‌ વચ્ચે અકસ્માત, બે યુવકોના ઘટના સ્થળે જ મોત

સુરેન્દ્રનગર: લીંબડી - લખતર હાઇવે પર બાઈક અને ડમ્પર‌ વચ્ચે અકસ્માતમાં બે વ્યકિતના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. શિયાણી ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ ડમ્પર‌ના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

સુરેન્દ્રનગર: લીંબડી - લખતર હાઇવે પર બાઈક અને ડમ્પર‌ વચ્ચે અકસ્માતમાં બે વ્યકિતના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. શિયાણી ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ ડમ્પર‌ના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી બન્ને મૃતકોની લાશને હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણામાં પેરાશૂટ ઉડાવી રહેલા કોરિયન નાગરિકનું નીચે પટકાતા મોત

કડીના ધરમપુર ગામમાં પેરાશૂટ ઉડાવી રહેલા કોરિયન નાગરિકનું મોત થયું છે. પેરાશૂટને દોરી વાગતા નીચે પટકાયેલા કોરિયન નાગરિકનું મોત થયું છે. મૂળ વિસતપુરા ગામના અને વડોદરા ખાતે બિઝનેશ કરતા બિજનેસમેનના આમંત્રણ ઉપર કોરિયન નાગરિક આ ગામમાં આવ્યો હતો.

પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા

આ અંગે વિગતે વાત કરીએ તો, ધરમપુર ગામમાં બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના એક બિઝનેસમેને તેના બે સાઉથ કોરિયન મિત્રોને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. જેઓ વિસતપુરા ખાતે આવ્યા હતા અને આજે તિરંગા યાત્રા દરમિયાન તેઓ પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા પરંતુ કમનસીબે તેનું મોત નિપજ્યું. 

સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું

ગઈકાલે વિસતપુરા ગામ ખાતે આ બન્ને યુવકો ટ્રાયલ કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક પેરાશૂટ ક્રેક થયું હતું અને ગામની અંદર આવેલી હાઈસ્કૂલની પાછળ નીચે કોરિયન યુવક નીચે પટકાયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ કડી પોલીસને થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

કોરિયન નાગરિક મોતનો મામલો ગરમાયો

તો બીજી કડીના ધરમપુર ગામમાં પેરાશૂટ પાયલટ કોરિયન નાગરિક મોતનો મામલો ગરમાયો છે. કડી પ્રાંત આધિકારીની તપાસમાં નવો ખુલાસો છે. બંને કોરિયન નાગરિક વડોદરામાં આ પ્રકારે પેરા ગલાઈડિંગ કરતા હતા. ધરમપુર ગામમાં હાઈસ્કૂલના સમારોહમાં પુષ્પ વર્ષા માટે ગામના બિઝનેસમેને બંન્નેને આમંત્રણ આપ્યું હતું. ગઈકાલે ટેસ્ટિંગ વખતે ટેક્નિકલ ક્ષતિ સર્જાતા પેરાશૂટ નીચે પટકાયું હતું. આ બંને પાયલોટ શાળાનો કાર્યક્રમ પતાવી ખારાઘોડા જવાના હતા. આ પ્રકારે પેરાશૂટ ઉડાડવા કોઈ પરવાનગીની જરૂર ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

અકસ્માત માટે પેરાશૂટ ઉડાવનાર વ્યક્તિ પોતે જવાબદાર

કોમર્શિયલ ઉપયોગ માટે પેરાશૂટ ઉડાવાય તો જ પરવાનગીની જરૂર પડે છે. આ અકસ્માત છે અને અકસ્માત માટે પેરાશૂટ ઉડાવનાર વ્યક્તિ પોતે જવાબદાર છે. આમાં વહીવટીતંત્રની કોઈ બેદરકારી નથી. આ ઘટના બાદ અમે સરકારને પેરાશૂટ બાબતે એસઓપી જાહેર કરવા વિનંતી પત્ર લખવાના છીએ તેમ ડી પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.

ટોપ સ્ટોરી

Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Embed widget