શોધખોળ કરો

Narmada: મધ્ય પ્રદેશથી નર્મદા પરિક્રમા કરવા ગુજરાત આવતા યાત્રાળુઓની બસને નડ્યો અકસ્માત, 108ની 7 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે

Narmada: છિંદવાડાથી નર્મદા પરિક્રમા માટે જઈ રહેલ યાત્રાળુઓથી ભરેલી ખાનગી બસને અકસ્માત નડ્યો છે. આ બસ ગોધરાનાં વેગનપૂર પાસે પલટી મારી ગઈ હતી.

Narmada: છિંદવાડાથી નર્મદા પરિક્રમા માટે જઈ રહેલ યાત્રાળુઓથી ભરેલી ખાનગી બસને અકસ્માત નડ્યો છે. આ બસ ગોધરાનાં વેગનપૂર પાસે પલટી મારી ગઈ હતી. નર્મદા પરિક્રમા માટે નીકળેલી 35 જેટલા યાત્રીકોથી ભરેલી ખાનગી ટ્રાવેલ્સની બસ ગોધરા અમદાવાદ હાઈવેનાં વેગનપૂર પાસે પલટી મારી હતી. અક્સ્માતની ઘટનામાં 26 જેટલા યાત્રિકોને નાની મોટી ઇજા થવા પામી હતી. બનાવની જાણ થતા 108 ની 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટી ટીમ પણ ઘટના સથળે પહોંચી હતી અને બચાવ કાર્ય કામગીરી હાથ ધરવામાં આવી હતી,

108ની મદદથી ઈજાગ્રસ્ત્રોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થવા પામી નથી. મધ્ય પ્રદેશના છીંદવાડાથી બે ખાનગી ટ્રાવેલ્સ બસ યાત્રાળુઓને લઈ નર્મદા પરિક્રમા યાત્રા માટે નીકળી હતી. આ દરમિયાન ગોધરા અમદાવાદ હાઈવેના વેગંપુર અમરાપુરા પાસે બસનાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ નજીક ખાડામાં પલ્ટી મારી હતી.

અમદાવાદમાં નિર્માણધીન ઇમારતની દીવાલ ધરાશાયી

અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનના નિર્માણધીન ઇમારતની દીવાલ ધરાશાયી છે. જે બાદ લોખંડનો દરવાજો બાળક માથે પડતા તેનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત બાળકને શારદાબેન હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. એક બાળકની ઉંમર 6 વર્ષ અને એકની 7 વર્ષ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમા અરેરાટી મચી ગઈ છે. 

ગુજરાતમાં આ વિસ્તારમાં પડશે હાડ થીજવતી ઠંડી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. નલિયા અને કચ્છમાં કેટલા વિસ્તારમાં આજે અને કાલે કોલ્ડ વેવની આગાહી છે. આગામી 3 દિવસમાં હજુ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે. અમદાવાદમાં તાપમાન 12 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. ઉતરી પવન ફૂંકાવાની શરૂઆત થતાં તાપમાન ગગડ્યું છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો

રાજ્યમાં આખરે ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.  આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી ઘટવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  ત્યારે ગુરૂવારે રાજ્યના 13 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે રહ્યો હતો. રાજ્યમાં નલિયામાં સૌથી નીચુ 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે  ગાંધીનગરમાં ઠંડીનો પારો 11.9 ડિગ્રી પર પહોંચ્યો છે. ભૂજમાં ઠંડીનો પારો 12 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં ઠંડીનો પારો સાત ડિગ્રી સુધી ઘટીને 12.8 ડિગ્રી પર પહોંચી ગયો છે. મહુવામાં ઠંડીનો પારો 13.1 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમરેલી અને સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે વલ્લભવિદ્યાનગર અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 14.7 ડિગ્રી પર પહોંચ્યો છે. પોરબંદરમાં ઠંડીનો પારો 15.8 ડિગ્રી, દ્વારકામાં 16.9 ડિગ્રી, ભાવનગરમાં ઠંડીનો પારો 17 ડિગ્રી પર પહોંચ્યો છે. સંઘપ્રદેશ દમણમાં ઠંડીનો પારો 17.2 ડિગ્રી, વલસાડમાં ઠંડીનો પારો 17.5 ડિગ્રી, સુરતમાં 17.8 ડિગ્રી તો વેરાવળમાં ઠંડીનો પારો 18.5 ડિગ્રી પર પહોંચ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઈમ્પેક્ટ ફીની નેગેટિવ ઈમ્પેક્ટHun To Bolish : હું તો બોલીશ : ન્યાય કોને, અન્યાય કોને?Ahmedabad News: અમદાવાદમાં હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યુંBhavnagar News: ભાવનગરમાં  3 વર્ષમાં જ આવાસ થયા જર્જરિત, મકાનોમાં પડી મસમોટી તીરાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Champions Trophy 2025: પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર આવ્યું બન્યું
Champions Trophy 2025: પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર આવ્યું બન્યું
Embed widget