પાટણના કંબોઇ ગામ પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, એક જ પરિવારના ત્રણના મોત
પાટણના ચાણસ્મા તાલુકાના કંબોઇ ગામ પાસે અકસ્માતની એક ઘટના બની હતી. અબિયાણા ગામનો એક પરિવાર પોતાના દીકરાની લગ્નની તારીખ લેવા પરિવાર સાથે અમદાવાદ ગયો હતો.
પાટણના ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામ પાસે અકસ્માતમાં 3નાં મોત થયા હતા. અબિયાણા ગામનો એક પરિવાર દીકરાના લગ્નની તારીખ લેવા અમદાવાદ ગયો હતો. બાદમાં લગ્નની તારીખ લઇ પોતાના વતન પર જઇ રહ્યો હતો ત્યારે કંબોઈ ગામ પાસે ટાયર ફાટતા કાર ડીવાઈડર સાથે અથડાઈ પલટી મારતા એક બાળકી સહિત 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે છ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
મળતી જાણકારી અનુસાર, પાટણના ચાણસ્મા તાલુકાના કંબોઇ ગામ પાસે અકસ્માતની એક ઘટના બની હતી. અબિયાણા ગામનો એક પરિવાર પોતાના દીકરાની લગ્નની તારીખ લેવા પરિવાર સાથે અમદાવાદ ગયો હતો. બાદમાં લગ્નની તારીખ લઇ પોતાના વતન જવા નીકળ્યો ત્યારે ચાણસ્માના કંબોઇ ગામ પાસે કારનું ટાયર ફાટયું જેના કારણે કાર ડીવાઇડર સાથે અથડાઇ અને ત્યાર બાદ કાર પલટી મારતા ઘટના સ્થળ પર ત્રણ લોકોના મોત થયા અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં ભિખાભાઈ નાઈ સોમાભાઇ નાઈ અને એક છ વર્ષની દીકરીનો સમાવેશ થાય છે.
વડગામ MLA જીગ્નેશ મેવાણીને આસામમાં કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યાં
Assam : કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી, જેમની આસામ પોલીસ દ્વારા ગુનાહિત કાવતરું અને બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તેને ગુરુવારે આસામની કોર્ટ દ્વારા ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. સાંજે અમદાવાદથી ગુવાહાટી થઈને આવ્યા બાદ કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, મેવાણી તરફથી હાજર રહેલા એડવોકેટ મનોજ ભગવતીએ કહ્યું કે પોલીસે 14 દિવસની કસ્ટડી માંગી હતી, જેના પર તેમણે વાંધો ઉઠાવ્યો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આદેશ આપ્યો હતો કે આ સમય દરમિયાન તેને કોકરાઝારની બહાર ક્યાંય લઈ જઈ શકાશે નહીં.
RBIએ આપ્યો મહત્વનો નિર્દેશ, હવે બેંક ગ્રાહકોની મંજૂરી વિના ક્રેડિટ કાર્ડ ઈશ્યુ નહીં કરી શકે બેન્ક
Investment Tips: બેન્કમાં ફિક્સ ડિપોઝીટ મૂકી રહ્યાં છો, તો જાણો આ ખાસ બાબતો, થશે જબરદસ્ત લાભ
MI vs CSK: મેં રન નહીં બનાયેગા.... રોહિત શર્મા ઝીરો રન પર આઉટ થતાં લોકોએ મિમ્સ બનાવી ટ્રોલ કર્યો...