Rajkot: ગોંડલ તાલુકાના પેટ્રોલ પંપમાં લૂંટ અને હત્યાના પ્રયાસના કેસમાં 37 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પેટ્રોલ પંપમા લૂંટ અને હત્યાના પ્રયાસ કેસમાં છેલ્લાં 37 વર્ષ થી ફરાર આરોપી ઝડપાઈ ગયો છે. પંચમહાલ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમનાં હાથે આ આરોપી ઝડપાયો.
રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પેટ્રોલ પંપમા લૂંટ અને હત્યાના પ્રયાસ કેસમાં છેલ્લાં 37 વર્ષ થી ફરાર આરોપી ઝડપાઈ ગયો છે. પંચમહાલ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમનાં હાથે આ આરોપી ઝડપાયો છે. ઘણા વર્ષોથી આરોપી ગુનો કરી ફરાર થઈ ગયો હતો. 1986માં આ લૂંટની ઘટના બની હતી.
ગોધરા પેરોલ ફર્લો સ્કોડ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટના ગોંડલ તાલુકા પોલીસ મથકે વર્ષ 1986 દરમિયાન રાત્રિના સમયે લૂંટ અને હત્યાના પ્રયાસ નોંધાયેલ કેસનો ચડ્ડી બનિયાન ધારી ગેંગનો ફરાર આરોપી શહેરા તાલુકાના ભૂરખલ ગામે કોઈ સબંધીને ત્યાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે ચોક્કસ બાતમીનાં આધારે ગોધરા પેરોલ ફર્લો સ્કોડની ટીમે છાપેમારી કરી આરોપીને ઝડપી પાડયો હતો.
આરોપી ભારત ઉર્ફે ભારતીયો છત્ર નટ ચડ્ડી બનીયાન ધારી ગેંગના અન્ય સાત લોકો સાથે મળી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ એક પેટ્રોલ પંપ ઉપર પર રાત્રિના 1 વાગ્યા નાં સુમારે લૂંટ કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષ 1986 દરમિયાન લૂંટ અને હત્યાનાં પ્રયાસ જેવાં ગંભીર ગુનાને અંજામ આપી આરોપી ભાગી છૂટયો હતો. ત્યારથી આરોપી ગોંડલ પોલીસ ચોપડે ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. આ આરોપી પોતાની ઓળખ છૂપાવી 30 વર્ષ સુઘી પુનામાં છુપાઈને રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ 12 દિવસ અગાઉ તે પોતાનાં વતન ભુરખલ ગામે આવ્યો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
આરોપી ભારત ઊર્ફે ભારતીયો 7 પૂત્ર અને 3 દીકરી એમ કુલ 10 સંતાનનો પિતા છે. હાલ પેરોલ ફર્લો સ્કોડની ટીમ દ્વારા જરુરી કાર્યવાહી હાથ ધરી આરોપીને ગોંડલ પોલીસને સોંપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
Rajkot: ગોંડલ નગરપાલિકા દ્વારા પોલીસના બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટ: રાજકોટ ગોંડલ નગર પાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોંડલ શહેરના સેન્ટ્રલ ચોકથી શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. ફૂટપાથ પરની રેકડી, લારીગલ્લા, છાપરા, ઓટા, સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે.
શહેરમાં નગરપાલિકા સ્ટાફ દ્વારા પોલીસ, PGVCLના બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. ગોંડલ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરતા પેટીયું રળતા લારી ગલ્લાવાળા વેપારીઓ સહિતના લોકોમાં ફફડાટ છે.