બંધ મકાન માં લઈ જઈને 7 વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરૂદ્ધનું આચર્યું કૃત્ય,15 વર્ષિય તરૂણની અટકાયત
સુરતના રાંદેરમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના ઘટી છે. અહીં 7 વર્ષના બાળક સાથે 15 વર્ષિય કિશોરે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું છે.
સુરતના રાંદેરમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના ઘટી છે. અહીં 7 વર્ષના બાળક સાથે 15 વર્ષિય કિશોરે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું છે.
સુરતના રાંદેર વિસ્તારના પાલનપુર જકાતનાકા પાસે એક બંધ મકાનમાં શરમજનક ઘટના બની છે. અહીં બંધ મકાનમાં 7 વર્ષના બાળકને લઇ જઇને 15 વર્ષના કિશોરે બાળક પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ આચર્યું હતું. ઘટનાથી સુરતના રાંદેર વિસ્તારમાં ચકચારી મચી ગઇ છે. ઘટના બાદ બાળકે ઘરે આવીને સમગ્ર વાત તેમની માતાને જણાવતાં ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો.
ઘટનાની જાણ પીડિતના પરિવારજનોને થતાં પીડિત બાળકને પરિવારે રાંદેર પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાના ગણતરીના કલાકમાં જ પોલીસે 15 વર્ષિય આરોપીની અટકાયત કરીને કરી જુવેનાઇલ કસ્ટડી ની તજવીજ હાથ ધરી છે.
સુરત તાપી નદીમાંથી બચાવાયેલી મહિનાનું નિધન
સુરતમાં તાપી નદીમાંથી બચાવાયેલી મહિલાનું સારવાર દરમિયાન જ મોત થયું છે. જ્યારે તેમને તાપી નદીમાંથી બહાર કાઢવમાં આવી તો તે જીવિત હતી પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થયું છે. તાપ નદીમાં કૂદીને મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે સરદાર બ્રીજ પરથી કૂદેલી મહિલાને બચાવવાનો પ્રયાસ કરાયો હતો તેમને સહી સલામત નદીમાંથી બહાર કાઢી લેવાઇ હતી ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જો કે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
આ પણ વાંચો
T20 World Cup 2021: આજથી ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, જાણો ભારતની કઈ તારીખે કોની સામે છે મેચ
Petrol Diesel Price Hike: દિવાળી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આજે કેટલો થયો વધારો