શોધખોળ કરો

Porbandar: નગીના મસ્જિદના મૌલવીની રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજના અપમાનની ઓડિયો ક્લિપ થઈ વાયરલ

Porbandar News: કીર્તિ મંદિર પોલીસે વાયરલ ઓડિયો કલિપની તપાસ તેજ કરી છે.

Porbanadar News: પોરબંદરના મૌલવીની ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. નગીના મસ્જિદના મૌલ્વી વાસીફ રજાએ રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્ર ગીતનુ અપમાન કર્યું હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વોટ્સએપ ગ્રપુમાં પૂછેલા પ્રશ્નોના જવાબ આપી જુદા-જુદા સમૂહના લોકોને ઉશ્કેરવાના આરોપ છે. હાલ કીર્તિ મંદિર પોલીસે વાયરલ ઓડિયો કલીપની તપાસ તેજ કરી છે.

શું છે ઓડિયો ક્લિપમાં

વાયરલ બે ઓડિયો ક્લિપમાં મુસ્લિમોને બે પ્રશ્નોના જવાબમાં એવી શીખામણ આપવામાં આવી રહી છે કે ''તિરંગો રાષ્ટ્રધ્વજ ભલે ફરકાવો પણ તેને સલામી આપવાની નથી. એ જ રીતે, 'જન ગણ મન..' ગાવ, પણ તેમાંના 'જય હે..જય હે..' તથા 'ભારત ભાગ્ય વિધાતા' એ  શબ્દો મુસલમાનોએ બોલવાના હોતાં નથી.'' આ વાયરલ ઓડિયો ક્લિપની એબીપી અસ્મિતા પુષ્ટિ કરતું નથી.

Porbandar: નગીના મસ્જિદના મૌલવીની રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજના અપમાનની ઓડિયો ક્લિપ થઈ વાયરલ

 પોરબંદરની નગીના મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખ અને દારૂલ ઉલુમ ગૌષે આઝમ ટ્રસ્ટના ટ્રસ્ટી યુસુફ મોહમ્મદ પુંજાણી દ્વારા આબીદ અનવર કાદરી, યુનુસ કાદરી, ઈકબાલ અનવર કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઈમ્તીયાઝ હારૂન સિપાહી તેમજ બીજા પાંચ- છ અજાણ્યા માણસો વિરૂધ્ધ ફરિયાદ કરવામાં આવી છે કે આ શખ્સોએ નગીના મસ્જીદના ઈમામ (ધર્મગુરૂ) હાફીઝ વાસીફ રઝાએ મસ્જીદમાં આપેલ ધામક પ્રવચનનો વિરોધ કરી હાફીઝ વાસીફ રઝાને તથા તેના અનુયાયીઓને ગાળો આપી, સાજીદ અમીન ગીગાણીને ઢીકા પાટુનો માર મારી, હાફીઝ વાસીફ રઝાને તથા મુસ્લીમ આગેવાનોને મારી નાખવાની ધમકી આપી હતી તથા મૌલાના હાફીઝે નગીના મસ્જીદમાં આપેલાં ધામક પ્રવચન વિરૂધ્ધ બેફામ અપશબ્દો બોલી ધામક લાગણી દુભાવી ધમકીભરી વોઇસ કલીપ લોકોને મોકલાવી હતી.

ઉપરોક્ત વિગતોવાળી ફરિયાદને પગલે મુસ્લિમ સમાજના ત્રણ યુવાનોએ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં અને તેના જ સમાજના સાત આઠ શખ્સોના લીધે તેવું આવું પગલું ભરી રહ્યા હોવાનું જણાવીને દવા પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલ લવાયા હતા. અલબત્ત, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવાઈ નથી પરંતુ શકીલ કાદરી સૈયદ, સોઈબ ઈબ્રાહીમ પરમાર અને ઈમ્તિયાઝ હારૂન સિપાહીએ ઇન્સ્ટામાં રીલ્સ બનાવ્યું તેમાં તેઓએ એવું જણાવ્યું હતું કે તેમના જ મુસ્લિમ સમાજના 7 થી 8 લોકો તેમને ખોટી રીતે હેરાન અને બદનામ કરી રહ્યા હોવાથી આ પગલું ભરવું પડે છે. વધુમાં જણાવ્યું હતું કે તે શરિયતનો મસલો પૂછવા માટે ગયા હતા પરંતુ તેમને ખોટી રીતે તેમના જ સમાજના લોકો બદનામ કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલે તેમને દાખલ કરવામાં આવ્યા બાદ તેમના પરિવારના સભ્ય કાદરી આબિદ હુસેન અનવર અલી સૈયદે પણ એ જ આક્ષેપ દોહરાવીને ઉમેર્યું કે ''સોશિયલ મીડિયામાં એક બાબત વાયરલ થઈ હતી, જેમાં રાષ્ટ્રગીતમાં અમુક શબ્દો નહીં બોલવાનું કહેવામાં આવ્યું હતું. આથી તે અંગે પૂછપરછ કરવા ગયા ત્યારે તેમને એ લોકોએ ગાળો દઈને ધમકાવ્યા હતા અને ત્યારબાદ દારૂલ ઉલુમ અને મસ્જિદમાં એલાન કર્યું હતું અને છોકરાઓ ઉપર ખોટી રીતે આક્ષેપ કર્યા હતા તેથી ત્રણેયે આ અંતિમ પગલું ભરવાની ફરજ પડી છે.'' પત્રકારો સાથેની વાતચીતમાં આબિદ હુસેન અનવર અલી સૈયદે એમ પણ કહ્યું કે, 'સામેવાળા મોટા માણસો છે તેથી અમને ન્યાય મળવો જોઈએ અને તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ'. જોકે હજુ સુધી આ બનાવવામાં કોઈ પણ પ્રકારનો ગુન્હો દાખલ થયો નથી. આમ, આ પ્રકરણમાં બંને પક્ષે સામસામે ગંભીર આક્ષેપો કર્યા છે ત્યારે આ સંવેદનશીલ બાબતે સાચું શું અને ખોટું શું તે અંગેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગSurat Murder CCTV : સુરતમાં યુવકે વેપારીની જાહેરમાં જ છરીના ઘા મારી કરી નાંખી હત્યા, સીસીટીવી આવ્યા સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Digital Ration Card: ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ રાશન કાર્ડ ? જાણો સરળ પ્રોસેસ
Digital Ration Card: ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ રાશન કાર્ડ ? જાણો સરળ પ્રોસેસ
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
ટીમ ઈન્ડિયા કઈ રીતે કરશે WTC ફાઈનલમાં એન્ટ્રી, જાણી લો આ 4 સમીકરણો
ટીમ ઈન્ડિયા કઈ રીતે કરશે WTC ફાઈનલમાં એન્ટ્રી, જાણી લો આ 4 સમીકરણો
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Embed widget