Earthquake: અમરેલીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ડરનો માહોલ
અમરેલી નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
અમરેલીઃ અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી હતી.અમરેલીમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર ખાંભાના ભાડ વાકિયા નજીક નોંધાયું હતું. આ ભૂકંપનો આંચકો રાત્રીના 11 વાગ્યેને 35 મિનિટે નોંધાયો હતો અને તેની અસર ખાંભા, ભાડ-વાકિયા, સાવરકુંડલાના મીતીયાળા, સારકપરા, બગોયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સૌારાષ્ટ્રની ધરા પર સતત ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનું મોજુ ફરી વળ્યું છે.
Indonesia Earthquake: હવે ઇન્ડોનેશિયાના ટોબેલેમાં આવ્યો ભૂકંપ, 6.3ની તીવ્રતા
Indonesia Earthquake: ઇન્ડોનેશિયાના ટોબેલોમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 હતી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર ટોબેલોથી 177 કિમી ઉત્તરમાં હતું. તેની ઊંડાઈ 97.1 કિમી હતી. હાલમાં કોઈ નુકસાનની માહિતી નથી.
આ પહેલા ગુરુવારે મોડી રાત્રે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં સવારે 11.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. આ વિસ્તારમાં એક જ દિવસમાં આ ત્રીજો ભૂકંપ છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ગુરુવાર અને બુધવારે પણ ઘણી જગ્યાએ ભૂકંપ આવ્યો હતો
- અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે 06.07 મિનિટે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 265 કિમી દૂર હતું. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
- તાજિકિસ્તાનમાં સવારે 6:07 વાગ્યે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનની સરહદ નજીક ભૂકંપની અસર જોવા મળી છે.
- તુર્કીના એન્ટિઓકમાં સ્થાનિક સમય અનુસાર સવારે 04.42 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.2 હતી.
- બુધવારે બપોરે ભારતમાં દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 હતી. તેનું કેન્દ્ર નેપાળના જુમલાથી 69 કિમી દૂર હતું. જોકે, દિલ્હી-એનસીઆરમાં આંચકા હળવા હતા.
- આ પહેલા બુધવારે બપોરે 1.30 કલાકે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી 143 કિમી દૂર જમીનથી 10 કિમી અંદર હતું.
ભારતમાં આવી શકે છે મોટો ભૂકંપ
તાજેતરના તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ હતી. હજારો લોકોએ જીવ ગુમાવ્યા અને લાખો લોકો બેઘર બન્યા. તે જ સમયે, ભારતમાં પણ આવા જ ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે. એક અગ્રણી હવામાનશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે લગભગ 5 સે.મી. આગળ વધી રહી છે, જેના કારણે હિમાલયના લેન્ડમાસમાં તણાવ વધી રહ્યો છે. જાણકારોના મતે આગામી દિવસોમાં મોટો ભૂકંપ આવે તેવી શક્યતાઓ વધી રહી છે.
મંગળવારે (21 ફેબ્રુઆરી) ANI સાથે વાત કરતા, હૈદરાબાદ સ્થિત નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના મુખ્ય વૈજ્ઞાનિક અને સિસ્મોલોજિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે જણાવ્યું હતું કે, "પૃથ્વીની સપાટી વિવિધ પ્લેટો ધરાવે છે, જે સતત ફરતી રહે છે. ભારતીય ટેકટોનિક પ્લેટ છે. દર વર્ષે 5 સેમી પણ આગળ વધે છે. પરિણામે આવનારા દિવસોમાં ધરતીકંપની શક્યતા વધી ગઈ છે