નીતિન પટેલે ડોક્ટર્સ અને અધ્યાપકો માટે શું કરી મહત્વની જાહેરાત, જાણો શું મળશે લાભ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરો અને અધ્યાપકો માટે એક મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલે આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરો અને અધ્યાપકો માટે એક મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલે આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરો અને અધ્યાપકો માટે એક મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલે આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરો ટવીટ દ્રારા આ મુદ્દે માહિતી આપતા જાહેરાત કરી છે કે, અધ્યાપકો અને ડોક્ટર્સને સાતમા પગારપંચ મુજબ નોન પ્રેક્ટીસીંગ એલાઉન્સ આપવામાં આવશે. રાજ્ય સરકારે ડોક્ટરો અને અધ્યાપકોને સાતમા પગારપંચ મુજબ નોન પ્રેક્ટીસિંગ એલાઉન્સ આપવાની મંજૂરી આપી છે.
નીતિન પટેલે ટ્વીટ કરી આ અંગે આપી જાણકારી
નીતિન પટેલે ટ્વીટ દ્રારા અધ્યાપકો અને ડોક્ટર્સ માટે મહત્વની જાહેરાત કરી છે.”ગુજરાત સરકારની હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટર્સ તથા જી,એમ.આર.એસની મેડિકલ કોલેજમાં અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ઘરાવતા તમામ ડોક્ટરો અને અઘ્યાપકોને સાતમા પગારપંચ મુજબનું નોન પ્રક્ટિસિંગ અલાઉન્સ આપવાની મંજૂરી આપી રક્ષાબંધનની ભેટ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ”
આજે રક્ષાબંધનના પર્વેના અવસરે નીતિન પટેલે ગુજરાત સરકારની હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટરો અને જી.એમ.ઇ.આર.એસની મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકોને સાતમના પગારપંચ મુજબ નોન પ્રેક્ટીસીંગ એલાઉન્સ આપવાની જાહેરાત કરી છે.
— Nitin Patel (@Nitinbhai_Patel) August 22, 2021
નીતિન પટેલે ટ્વીટ કરી રક્ષાબંધનની પાઠવી શુભકામના
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અધ્યાપકો અને ડોક્ટર્સ માટે મહત્વની જાહેરાત કરવાની સાથે ટવીટ કરીને સૌને રક્ષા બંધનના પાવન પર્વની શુભકામના પાઠવી છે. નીતિન પટેલે ટવીટ કરતા લખ્યું કે, “પ્રેમ લાગણી અને ભાવનાના સમન્વ્ય સમાન પાવન પર્વ રક્ષા બંધનની આપ સૌને હાર્દક શુભકામના”
— Nitin Patel (@Nitinbhai_Patel) August 22, 2021