(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: નવજાત બાળકીને છરીના વીસ ઘા મારીને તરછોડી દેવાયેલી, દોઢ વર્ષ પછી ‘અંબા’ને ઈટાલિયન દંપતિએ લીધી દત્તક.....
રાજકોટ નજીક મહિકા પાસે આશરે દોઢ વર્ષ પહેલાં જન્મતાં જ તરછોડાયેલી બાળા ‘અંબા’ને ઈટલિયન દંપતિએ દત્તક લીધી છે. આ બાળાને તરછોડી દેવામાં આવી એ પહેલાં વીસેક જેટલા તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકવામાં આવતાં લોહી લુહાણ હાલતમાં પોલીસને મળી હતી.
રાજકોટઃ રાજકોટ નજીક મહિકા પાસે આશરે દોઢ વર્ષ પહેલાં જન્મતાં જ તરછોડાયેલી બાળા ‘અંબા’ને ઈટલિયન દંપતિએ દત્તક લીધી છે. આ બાળાને તરછોડી દેવામાં આવી એ પહેલાં વીસેક જેટલા તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકવામાં આવતાં લોહી લુહાણ હાલતમાં પોલીસને મળી હતી.
આ નાનકડી બાળકી જીવશે કે નહિ તે એક સવાલ હતો. આ દિકરીએ રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં મોત સામે ત્રણ મહિના સુધી જંગ ખેલીને જીત મેળવી હતી. એ પછી તે રાજકોટના બાલાશ્રમમાં ઉછરી હતી. શનિવારે આ દીકરી ‘અંબા’ને ઈટાલીયન દંપતીને દતક આપવામાં આવી ત્યારે ઉપિસ્થત સૌની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં.
‘અંબા’ને ઈટલીનાં ગુથર અને કેટરીને અંબાને દતક આપવામાં આવી છે. ઈટલીમાં ગુથર કોમ્પ્ટર પ્રોગ્રામર તરીકે કામ કરી રહયા છે અને તેમનાં પત્ની કેટરીન નર્સ તરીકે સેવા આપે છે. આ જ દંપતીએ પહેલાં છતીસગઢથી તેજરામ નામનાં ચાર વર્ષનાં બાળકને દતક લીધો હતો.
હવે બીજુ બાળક રાજકોટથી દતક લીધુ છે. રાજકોટ બાલાશ્રમમાં દિકરી ‘અંબા’ને દતક આપવાનો સાદગી ભર્યો કાર્યક્રમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાયો હતો. રાજકોટની લાડલી દિકરી હવે ઈટાલીયન નાગરિક બનશે.
રાજકોટ બાલાશ્રમનાં આગેવાનોએ જણાંવ્યુ હતું કે, અંબા ઈટાલીમાં જઈને સુખી થશે તેનો અમને આનંદ છે. છેલ્લા એક વર્ષમાં રાજકોટનાં બાલાશ્રમમાંથી 12 જેટલા બાળકોને દતક આપવામાં આવ્યા છે. ઈટાલીથી દતક લેવા આવેલુ દંપતી રાજકોટમાં એક સપ્તાહ કવોરન્ટાઈન રહયુ હતુ.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ દિકરી ‘અંબા’ની શરૂઆતથી જ સંભાળ રાખી હતી. પોલીસ કમિશનરે પણ ‘અંબા’ ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ હતી ત્યારે મુલાકાત લીધી હતી. તેમના સૂચનથી જ આ દિકરીનું નામ અંબા રાખવામાં આવ્યુ હતુ. છેલ્લા દોઢેક વર્ષથી તે રાજકોટનાં કાઠિયાવડ બાલાશ્રમમાં ઉછરી રહી હતી.
ચારેક મહિના પહેલા આ દિકરીને દતક આપવાની પ્રક્રિયા ભારત સરકારની કારા એજન્સી મારફત શરૂ કરવામાં આવી હતી. લાંબી પ્રક્રિયા બાદ ઈટલીનાં ગુથર અને કેટરીને અંબાને દતક આપવાનો નિર્ણય લેવાયો હતો.