શોધખોળ કરો

અનંત અંબાણીની દ્વારકા યાત્રા: ધૈર્ય, શાલીનતા અને ભક્તિની તીર્થયાત્રા 

આ યાત્રા હવે એક મોટા સમૂહમાં બદલાઈ ગઈ છે. હવે આ યાત્રામાં અનંતની સાથે તેમના મિત્રો, સહકર્મી, પંડિત અને સામાન્ય લોકો પણ સામેલ થઈ રહ્યા છે.

Anant Ambani Padyatra: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આ દિવસોમાં જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધી 130 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. અનંત દરરોજ 6 થી 7 કલાક પગપાળા પ્રવાસ કરી  દરરોજ અંદાજે 20 કિલોમીટરનું અંતર કાપે છે. અનંત અંબાણીનો જન્મદિવસ 10મી એપ્રિલે છે. એવી અપેક્ષા છે કે તેઓ 8મી એપ્રિલ પહેલા મંદિર પહોંચી જશે. આ કોઈ ઔપચારિક પદયાત્રા નથી, પરંતુ  પૂરી રીતે ભક્તિનું કાર્ય છે - ભગવાન કૃષ્ણને શરીર, મન અને આત્માનું અર્પણ.

મૌન, એકાંત અને ભગવાનની શોધ છે અનંત અંબાણીની પદયાત્રા 

અનંત અંબાણીનું દરેક પગલું દ્વારકાધીશની કૃપા અને સનાતન ધર્મના આદર્શોને સમર્પિત છે. તેમની પદયાત્રા મૌન, એકાંત અને ભગવાનની શોધને લઈને છે. આ યાત્રાને વધુ અસાધારણ બનાવે છે તે એ છે કે અનંત કુશિંગ સિન્ડ્રોમ (એક દુર્લભ હોર્મોનલ ડિસઓર્ડર) અને તેના પરિણામે થતી સ્થૂળતા સામે લડતા આ યાત્રા કરી રહ્યા છે. આ સાથે જ અસ્થમા અને ફાઈબ્રોસિસ જેવી જૂની બીમારીઓ સાથે પણ સંઘર્ષ કરી રહ્યા છે, જે તેમને બાળપણથી જ પડકાર આપી રહી છે. આ પદયાત્રાના પડકારો સામાન્ય સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિને પણ ડરાવી શકે છે. તેમ છતાં અનંત માટે આ તીર્થયાત્રા તાકાત સાબિત કરવા વિશે નથી. તે ભયથી ઉપર આસ્થા, અસુવિધાથી  ઉપર ભક્તિ અને  સહજતાથી ઉપર અનુશાસન રાખવા વિશે છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ પદયાત્રા સામેલ થયા

મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત રિફાઇનરી અને નવા ઊર્જા વ્યવસાયો સહિત RILના મૈન્યુફેક્ચરિંગ વિભાગના પ્રમુખ છે. તેમની પદાયાત્રામાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ સામેલ થયા હતા.  તેમની ભક્તિ અને સમર્પણથી પ્રભાવિત થઈને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે અનંત તેમની પદયાત્રા દરમિયાન માત્ર નારિયેળ પાણી પર નિર્ભર છે. તેમણે અનંત અંબાણીને પ્રેરણાસ્ત્રોત ગણાવતા  આજના યુવાનોને સનાતન ધર્મ માટે પોતાને સમર્પિત કરવાની સલાહ આપી. 

એકાંત શોધ તરીકે શરૂ થયેલી આ યાત્રા હવે એક મોટા સમૂહમાં બદલાઈ ગઈ છે. હવે આ યાત્રામાં અનંતની સાથે તેમના મિત્રો, સહકર્મી, પંડિત અને સામાન્ય લોકો પણ સામેલ થઈ રહ્યા છે. અનંત અંબાણીએ કહ્યું, "હું તમારો આભાર  માનવા માટે પીડામાંથી પસાર થઈશ. હું મારો વિશ્વાસ બતાવવા માટે અસુવિધાને સહન કરીશ. હું નમીશ - એટલે નહીં કે હું નબળો છું, પરંતુ એટલા માટે કે મે ગર્વની જગ્યાએ સમપર્ણને પસંદ કર્યું છે." આ પવિત્ર અને ઊંડા અંગત  રસ્તાઓ દ્વારા અનંત અંબાણી એક પેઢી સાથે વાત કરે છે: “તમારી ભક્તિને તમારા માર્ગદર્શક બનવા દો. તેનાથી તમને વિનમ્ર બનાવવા દો.  તમને બનાવવા દો અને જ્યારે જીવનનો ભાર ભારે લાગે, ત્યારે તમારા વિશ્વાસને પોતાની આગળ લઈ જવા દો.”

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
Aaj Nu  Rashifal: રવિવાર 23 નવેમ્બર 2025ના રોજ આ રાશિઓને મળશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારા સિતારા
Aaj Nu Rashifal: રવિવાર 23 નવેમ્બર 2025ના રોજ આ રાશિઓને મળશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારા સિતારા
G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
Advertisement

વિડિઓઝ

Gujarat Police Job: Harsh Sanghavi : પોલીસની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર
Harsh Sanghavi Vs Jignesh Mevani : ‘પોલીસના પટ્ટા ઉતરી જશે’, મેવાણીને સંઘવીનો જવાબ
Gujarat CM : Govt Job : ગુજરાતમાં સરકારી નોકરીને લઈ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : લાલો ફિલ્મને કોના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડાઘિયાનો રસ્તો કાઢો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
Aaj Nu  Rashifal: રવિવાર 23 નવેમ્બર 2025ના રોજ આ રાશિઓને મળશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારા સિતારા
Aaj Nu Rashifal: રવિવાર 23 નવેમ્બર 2025ના રોજ આ રાશિઓને મળશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારા સિતારા
G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
Maharashtra Politics:
Maharashtra Politics: "તમારી પાસે વોટ છે, મારી પાસે પૈસા...", અજિત પવારની મતદારોને ખુલ્લી ચીમકીથી રાજકીય ભૂકંપ
IND vs SA ODI Series: ટીમ ઈન્ડિયા પર મુસીબતનો પહાડ, કેપ્ટન શુભમન ગિલ સહિત આ દિગ્ગજો વન-ડે શ્રેણીમાંથી બહાર!
IND vs SA ODI Series: ટીમ ઈન્ડિયા પર મુસીબતનો પહાડ, કેપ્ટન શુભમન ગિલ સહિત આ દિગ્ગજો વન-ડે શ્રેણીમાંથી બહાર!
Dubai Air Show Crash: ટેકનિકલ ખામી કે પાઈલટની ભૂલ? તેજસ દુર્ઘટના પર નિષ્ણાતોએ વ્યક્ત કરી મોટી શંકા
Dubai Air Show Crash: ટેકનિકલ ખામી કે પાઈલટની ભૂલ? તેજસ દુર્ઘટના પર નિષ્ણાતોએ વ્યક્ત કરી મોટી શંકા
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Embed widget