શોધખોળ કરો

Ambalal Patel Forecast: બંગાળની ખાડીમાં વધુ એક ડિપ્રેશન સક્રિય થશે, ધીમે ધીમે વરસાદનું જોર ઘટશેઃ અંબાલાલ પટેલનું આંકલન

અંબાલાલ પટેલે આંકલન કરતા કહ્યું, 18થી 20 જુલાઈએ સમગ્ર દેશમાં વરસાદ વરસી શકે છે. ઓડિશા, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા છે. હાલની સિસ્ટમ મધ્ય પ્રદેશ, રાજસ્થાન તરફ જશે.

Ambalal Patel Forecast:  એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ તો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  આ દરમિયાન વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આંકલન કર્યું છે.

શું કહ્યું અંબાલાલ પટેલે

અંબાલાલ પટેલે આંકલન કરતાં કહ્યું,  ધીમેધીમે વરસાદનું જોર ઘટવા લાગશે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. મહેસાણા, જોટાણામાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, જામનગર, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. આજે સાંજ સુધીમાં ઉત્તર, મધ્ય ગુજરાત ભારે વરસાદની શક્યતા છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક ડિપ્રેશન સક્રિય થશે. 18થી 20 જુલાઈએ સમગ્ર દેશમાં વરસાદ વરસી શકે છે. ઓડિશા, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા છે. હાલની સિસ્ટમ મધ્ય પ્રદેશ, રાજસ્થાન તરફ જશે.

કેટલા રસ્તા વાહન વ્યવહાર માટે બંધ ?

રાજ્યમાં વરસાદના પગલે 42 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. જેમાં પંચાયત હસ્તકના 34 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. સ્ટેટ  2 રસ્તાઓ અને 1 નેશનલ હાઇવે જ્યારે અન્ય 2 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. સૌથી વધુ જૂનાગઢ માં 7 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પોરબંદરમાં 6, સુરેન્દ્રનગરમાં 4 ,વલસાડમાં 3,નવસારીમાં 3, કચ્છમાં 3, બોટાદમાં 2, રાજકોટમાં 2, અમરેલી, જામનગર, સુરત અને બનાસકાંઠામાં 1-1 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે.

Ambalal Patel Forecast: બંગાળની ખાડીમાં વધુ એક ડિપ્રેશન સક્રિય થશે, ધીમે ધીમે વરસાદનું જોર ઘટશેઃ અંબાલાલ પટેલનું આંકલન

આ વખતે ચોમાસાએ સારી શરૂઆત કરતાં  રાજ્યમાં સરેરાશ 13.21 ઈંચ સાથે મોસમનો 38 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગત વર્ષે 8 જુલાઇ સુધી ગુજરાતમાં 7.67 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 23.50 ટકા વરસાદ પડયો હતો. આ ઉપરાંત ચોમાસાની વર્તમાન સીઝનમાં 100 ટકાથી વધુ વરસાદ પડયો હોય તેવો કચ્છ સૌપ્રથમ જિલ્લો છે. આ અંગે  પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના 10માંથી ચાર તાલુકામાં આ વખતે 100 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં 188.68 ટકા સાથે અંજાર, 123.69 ટકા સાથે ભુજ, 136.39 ટકા સાથે ગાંધીધામ અને 126.88 ટકા સાથે મુન્દ્રાનો સમાવેશ થાય છે. કચ્છના રાપરમાં 9.92 ઈંચ સાથે મોસમનો સૌથી ઓછો વરસાદ પડયો છે. તાલુકા પ્રમાણે જોવામાં આવે તો જુનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 44.25 ઈંચ, જુનાગઢના મેંદરડામાં 39.44 ઈંચ અને નવસારીના ખેરગામમાં 38.93 ટકા વરસાદ પડયો છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

માતર-તારાપુર હાઈવે પર ભયાનક અકસ્માત: ઈકો અને રિક્ષાની ટક્કરમાં 3નાં મોત, 4 ગંભીર
માતર-તારાપુર હાઈવે પર ભયાનક અકસ્માત: ઈકો અને રિક્ષાની ટક્કરમાં 3નાં મોત, 4 ગંભીર
Vadodara: તરસાલી વિસ્તારમાં અશાંતધારાની માંગને લઈ આક્રોશ, સ્થાનિકો ઉતર્યા રસ્તા પર
Vadodara: તરસાલી વિસ્તારમાં અશાંતધારાની માંગને લઈ આક્રોશ, સ્થાનિકો ઉતર્યા રસ્તા પર
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય: 8 વર્ષમાં સૌથી ઓછો વરસાદ, જાણો કયા જિલ્લામાં કેટલી ઘટ?
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય: 8 વર્ષમાં સૌથી ઓછો વરસાદ, જાણો કયા જિલ્લામાં કેટલી ઘટ?
ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના નવા પ્રમુખની જાહેરાત,આ પૂર્વ IAS અધિકારીને મળી કમાન
ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના નવા પ્રમુખની જાહેરાત,આ પૂર્વ IAS અધિકારીને મળી કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
માતર-તારાપુર હાઈવે પર ભયાનક અકસ્માત: ઈકો અને રિક્ષાની ટક્કરમાં 3નાં મોત, 4 ગંભીર
માતર-તારાપુર હાઈવે પર ભયાનક અકસ્માત: ઈકો અને રિક્ષાની ટક્કરમાં 3નાં મોત, 4 ગંભીર
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
પોસ્ટ ઓફિસમાં જમા છે તમારા રૂપિયા? તરત જ સુધારો આ 7 ભૂલો નહીં તો ફસાશે રૂપિયા
પોસ્ટ ઓફિસમાં જમા છે તમારા રૂપિયા? તરત જ સુધારો આ 7 ભૂલો નહીં તો ફસાશે રૂપિયા
શું તમારા રસોડામાં એવરેસ્ટ જીરું પાવડર છે? FSSAI દ્વારા તાત્કાલિક બેચ પાછો ખેંચવા આદેશ
શું તમારા રસોડામાં એવરેસ્ટ જીરું પાવડર છે? FSSAI દ્વારા તાત્કાલિક બેચ પાછો ખેંચવા આદેશ
Team India Schedule: 30 દિવસમાં 11 મેચ રમશે ભારત, રોહિત અને વિરાટ ક્યારે મેદાનમાં ઉતરશે?

Embed widget