ગુજરાત કેડરના બે IPS અધિકારીની 5 વર્ષ માટે CBIમાં નિમણૂક, જાણો વિગતો
ગુજરાત કેડરના વધુ બે IPS અધિકારીઓની CBIમાં નિમણૂક કરવામાં આવી છે. બે અધિકારીઓની સીબીઆઈમાં પાંચ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાત કેડરના વધુ બે IPS અધિકારીઓની CBIમાં નિમણૂક કરવામાં આવી છે. બે અધિકારીઓની સીબીઆઈમાં પાંચ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી 2015 બેન્ચના અધિકારીની સીબીઆઈમાં નિમણૂક કરાઈ છે, જ્યારે IPS પ્રવિણ કુમાર 2016 બેન્ચના અધિકારીની પાંચ વર્ષ માટે સીબીઆઈમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી મહેસાણા જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે IPS પ્રવિણ કુમાર આણંદ જિલ્લા પોલીસવડા હતા.
IPS પ્રવિણ કુમાર સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીર ખાતે તેમના પ્રોબેશન સમય દરમિયાન ફરજ બજાવી હતી. બાદમાં દોઢ વર્ષ સુધી વિરમગામ ખાતે એએસપી તરીકે બાદમાં તેમની નિમણૂંક રાજકોટ ડીસીપી ઝોન-1 માં થઈ હતી. ત્યાં તેમણે તેમની ફરજની સાથે ડીસીપી ટ્રાફિક અને સાયબર ક્રાઇમનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.
પ્રવિણકુમાર મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. પ્રવિણકુમારના પિતા પણ ઈન્ડીયન રેવન્યુ સર્વીસમાં પુનામાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આ કારણે તેમણે પ્રાથમિક શિક્ષણ પૂના ખાતે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ મુંબઈ ખાતે કર્યો હતો. બાદમાં તેમણે IIT બોમ્બે ખાતેથી બી.ટેક અને એમ.ટેક.માં મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. વર્ષ 2011માં તેઓએ યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી, જેમાં તેઓને વર્ષ 2016માં સફળતા મળતા તેઓ આઇપીએસ અધિકારી બન્યાં હતાં.
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા 2014ની બેચના ડો. પાર્થરાજસિંહ ગોહિલની રાજકોટ શહેર નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ)માં બદલી કરવામાં આવતા તેમની જગ્યાએ 2015ની બેચના અચલ ત્યાગીને મૂકવામાં આવ્યા હતા. અચલ ત્યાગી અમદાવાદ શહેર ઝોન-5 માં ફરજ બજાવતા હતા.
IPS પિયુષ પટેલની BSFના IG તરીકે નિમણૂક કરાઈ હતી
21 ઓગસ્ટના રોજ આઈપીએસ પિયુષ પટેલની બીએસએફના આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આ અંગે જાણ કરી છે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને તાત્કાલિક પિયૂષ પટેલને હાલની ફરજમાંથી મુકત કરવા માટે પત્ર લખ્યો હતો. પિયુષ પટેલ 1998 બેચના ગુજરાત કેડરના આઈપીએસ છે.
રાજ્યમાં 70 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં પિયુષ પુરુષોત્તમદાસ પટેલ, IPS (GJ:1998), અધિક પોલીસ મહાનિર્દેશક, ADGP, સુરત રેન્જ બદલી કરવામાં આવી હતી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial