અરવલ્લીઃ મોડાસા પાસે બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, આગ લાગતા એક વ્યક્તિનું મોત, છથી વધુના મોતની આશંકા
અરવલ્લીના મોડાસા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો
મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતું. મળતી જાણકારી અનુસાર, અરવલ્લીના મોડાસા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ભીષણ આગ લાગતા તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માતમાં છ લોકોના મોતની આશંકા છે
મળતી જાણકારી અનુસાર, મોડાસાના આલમપુર પાસે બે ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત બાદ ભીષણ આગ લાગી હતી. કેમિકલ ભરેલા ટેન્કર સાથે કાર ટકરાતા આગ ફાટી નીકળી હતી. જેમાં હાલ તો એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. અકસ્માતને પગલે 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
ખેડા: ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિ મોત, ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો
ખેડા: નડિયાદ તાલુકાના ચકલાસી એસ્સાર પેટ્રોલપંપ પાસે અક્સ્માત સર્જાયો છે. ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. અક્સ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. મહામહેનતે ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો.
બિહારમાં વીજળી પડવાના કારણે 33 લોકોના મોત, આ રાજ્યોમાં કરાઇ વરસાદની આગાહી
પટનાઃ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પવન સાથે ભારે વરસાદના કારણે તબાહી સર્જાઈ હતી. બિહારમાં અનેક સ્થળોએ વીજળી પડવાના કારણે 33 લોકોના મોત થયા છે. ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. બિહારના પટના, ભાગલપુર, મુઝફ્ફરપુર, વૈશાલી, મુંગેર, જમુઈ, કટિહાર, કિશનગંજ, જહાનાબાદ જેવા જિલ્લાઓમાં આંધી સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રેલવે ટ્રેક અને માર્ગ પર વીજળીના થાંભલા તેમજ વૃક્ષો તૂટી જતા ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ઘણી ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજળી પડવાથી મોતને ભેટનારા મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.