Mahisagar: વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં ચૌધરી સમાજનું મહાસંમેલન, ચૂંટણીમાં જોઈ લેવાની આપી ચિમકી
મહીસાગર: પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડને લઈને ચૌધરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ચૌધરી સમાજ દ્વારા વિવિધ સ્થળોએ સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મહીસાગર: પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડને લઈને ચૌધરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ચૌધરી સમાજ દ્વારા વિવિધ સ્થળોએ સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લાડણના મુવાડા ગામ પાસે અર્બુદા સેના મહીસાગર દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો જોડાયા હતા.
અર્બુદા સેના મહીસાગર દ્વારા મહાસંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબલીયા ચોકડી ખાતેથી વિશાળ બાઈક રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા અને રેલી સભા સ્થળ સુધી પહોંચી હતી.
લાડણના મુવાડા ગામ પાસે આવેલ મેદાનમાં જ્યાં અર્બુદા સેના મહાસંમેલન યોજાયું જેમાં હજારોની સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચૌધરી સમાજનું પ્રતીક પાઘડીના નેજા હેઠળ આ સભા યોજાઈ. અર્બુદા સેનાના વિવિધ જે મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ રાજ્ય મંત્રી અને ચૌધરી સમાજના આગેવાન વિપુલ ચૌધરીની ધરપકડને લઈ ચૌધરી સમાજમાં જે રોષ છે તે સભામાં જોવા મળ્યો હતો તેમજ વિપુલ ચૌધરીને મુક્ત કરવાની પ્રબળ માંગ સભામાં ઉઠી હતી.
ત્યારે ચૌધરી સમાજ એક છે અને આગામી ચૂંટણીમાં તેનું પરિણામ બતાવશે તેમ પણ જણાવ્યું હતું. અર્બુદા સેનાની આગામી રણનીતિ વિપુલ ચૌધરી નક્કી કરશે તે મુજબની રહેશે ત્યારે રાજકીય ક્ષેત્રે પણ સમાજનું કદ વધે તેવી પ્રબળ માંગ ઉઠી હતી. આગામી 20 તારીખ સુધી વિપુલ ચૌધરીને મુક્ત કરવા માટે માંગ કરવામાં આવી હતી અને જો તેમને મુક્ત કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો આપવા માટેની જાહેરાત પણ કરવામાં આવી. અર્બુદાધામ મહેસાણાથી જાખડ ઋષિ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિપુલ ચૌધરીની ધરપકડ બાબતે સરકારને આડે હાથે લીધી હતી.
બોટાદમાં ભાજપ નેતાના પુત્રનું નામ વિદેશી દારૂની હેરાફેરીમાં આવતા ખળભળાટ
ગુજરાતમાં લાગું દારૂબંધીને લઈને સમયે સમયે અનેક સવાલો ઉઠતા રહે છે. દારૂબંધી હોવા છતા દારૂ મળવાના અનેક કિસ્સા રોજ બરોજ સામે આવતા રહે છે. હવે ફરી આવો જ કિસ્સો સામે આવ્યો છે. સામે આવેલી વિગતો અનુસાર બોટાદ જિલ્લા ભાજપના મહિલા ઉપપ્રમુખના પુત્ર સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ વિદેશી દારુની હેરાફેરીની પોલીસ ફરીયાદ નોધાઈ છે. બોટાદ જિલ્લા ભાજપ મહિલા ઉપપ્રમુખના પુત્ર ઋત્વિક મનોજભાઈ રાઠોડનું નામે દારૂની હેરાફેરીમાં સામે આવ્યું છે.
ગઢડાના બાબરપરા વિસ્તારમાંથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે બાબરપરામાં રેડ કરતા કાર મુકીને ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી ૧૫૬ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે કારનો કબ્જો લઈને ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનોનોધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.