શોધખોળ કરો
Advertisement
જૂનાગઢનું ગૌરવ: અર્જુન ધડુકે નેશનલ પાવર લિફટીંગમાં ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો
અર્જુને ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને નેશનલ સ્પર્ધામાં દેશમાં બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
જૂનાગઢ: નેશનલ પાવર લિફટીંગ કોમ્પિટિશન તારીખ 6 જૂન થી 11 જૂન રાંચી (ઝારખંડ) ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં યોજાયેલી કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીતી પ્રથમ આવેલ જૂનાગઢના અર્જૂન ધડુકને નેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટેની અમુલ્ય તક મળી છે. અર્જુને ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને નેશનલ સ્પર્ધામાં દેશમાં બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. જૂનાગઢ માટે ખૂબ જ ગૌરવ ગણી શકાય.
સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા અર્જુન ધડુક ઉ. વ. 17 એ ખૂબ જ નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અર્જુન ધડુક ભાજપના પીઢ અગ્રણી અને લેઉવા પટેલ સમાજના મોભી કરશનભાઈ ધડુકના પૌત્ર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion