(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat News: અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા આજથી ગુજરાત પ્રવાસે, આ કાર્યક્રમોમાં થશે સામેલ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર આવશે
Delhi News: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર આવશે. તેમની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હશે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સીબીઆઈએ શુક્રવારે સિસોદિયાના સત્તાવાર નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. દિલ્હી સરકારની આબકારી નીતિમાં કથિત અનિયમિતતાઓને લઈને આ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ બંને નેતાઓની ગુજરાતની આ પ્રથમ મુલાકાત છે. ગુજરાત માટે AAPએ અત્યાર સુધીમાં તેના 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
सोमवार को मैं और मनीष जी दो दिन के लिए गुजरात जाएँगे - शिक्षा और स्वास्थ्य की गारंटी देने। दिल्ली की तरह गुजरात में भी अच्छे स्कूल, अच्छे अस्पताल और मोहल्ला क्लिनिक बनाएँगे। सबको अच्छी शिक्षा और अच्छा इलाज मुफ़्त मिलेगा। लोगों को खूब राहत मिलेगी
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 20, 2022
युवाओं से भी संवाद करेंगे
જાણો અરવિંદ કેજરીવાલનો સંપૂર્ણ ગુજરાત કાર્યક્રમ?
આ બંને AAP નેતાઓ તેમના ગુજરાત પ્રવાસ પર સોમવારે અમદાવાદ પહોંચશે. તેઓ હિંમતનગરમાં ટાઉન હોલ સભાને સંબોધશે. મંગળવારે ભાવનગરમાં આવી જ સભામાં હાજરી આપવાના છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, સોમવારે મનીષ સિસોદીયા અને હું બે દિવસ માટે ગુજરાત જઈશું, શિક્ષણ અને આરોગ્યની ખાતરી આપવા. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સારી સ્કૂલ, સારી હોસ્પિટલ અને મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે. દરેક વ્યક્તિને સારું શિક્ષણ અને સારી સારવાર મફતમાં મળશે. લોકોને ઘણી રાહત મળશે.યુવાનો સાથે પણ વાતચીત કરશે.
દિલ્હીના મુખ્યમંત્રી શ્રી @ArvindKejriwal અને ઉપ-મુખ્યમંત્રી શ્રી @msisodia જીના ગુજરાત પ્રવાસની રૂપરેખા.!#GujaratElections2022 pic.twitter.com/G00icz98Op
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 21, 2022
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. AAPએ અત્યાર સુધીમાં તેના ઉમેદવારોની બે યાદી બહાર પાડી છે. આ બે યાદીમાં કુલ 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. AAPએ 2 ઓગસ્ટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. તેણે 18 ઓગસ્ટના રોજ બીજી યાદી બહાર પાડી હતી.
UPI payment : UPI પેમેન્ટ અને સર્વિસ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા