Gujarat Rain: કમોસમી વરસાદની આગાહી મુજબ રાજ્યના આ જિલ્લામાં પડ્યો ગાજવીજ સાથે વરસાદ
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે બનાસકાંઠ, સાબરકાંઠા, અમરેલી, વલસાડ સહિત અને જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત છે.
Gujarat Rain:હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે બનાસકાંઠ, સાબરકાંઠા, અમરેલી, વલસાડ સહિત અને જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમા અચાનક વાતાવરણમાં પલટો આવતા બનાસકાંઠ, સાબરકાંઠા, અમરેલી, વલસાડ સહિત અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડતાં ચોમાસ જેવો માહોલ જામ્યો હતો
સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં કમોસમી વરસાદી છાંટાની વહેલી સવારેથી શરૂઆત થઇ ગઇ હતી.કમોસમી વરસાદને કારમે ઘઉં તમાકુ જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી હોવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
બનાસકાંઠાના લાખણી પંથકમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડતાં ખેડૂતો તૈયાર થયેલા પાકને બચાવવ માટે કવાયત કરતા જોવા મળ્યા હતા. અહીં કુડા,વાસણ,કોટડા સહિતના ગામોમા કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અહીં કમોસમી વરસાદ પડતાં રાયડા.. જીરૂ નાં પાકને નુકશાન થવાની શક્યતા સેવાઇ રહી છે.
વલસાડ જિલ્લા પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં મોડી રાત્રે વાપી આસપાસ ના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી છાંટા પડ્યાં હતા. ગુજરાતને અડીને આવેલ મહારાષ્ટ્રની તલાસરી બોર્ડર પર હાઇવે પર વરસાદ પડતાં અહીં વિઝિબિલિટી ઓછી થઇ જતાં વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહીને પગલે જામનગરમાં પણ રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
રાજ્યમાં માવઠાની આગાહીની અસર જામનગર શહેરમાં પણ જોવા મળી હતી.ગત મોડી રાતે વાતાવરણમાં પલટો આવતાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.જામનગર ઉપરાંત
જોડિયા અને કાલાવડના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ રાત્રીના વરસાદી ઝાપટાં પડતા ધરતી પુત્રો ચિંતામાં મૂકાયા છે.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી માહોલ રહ્યા બાદ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદી માહોલને લઈને જિલ્લાનું જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. મુખ્ય મથક આહવા ખાતે યોજાયેલ ડાંગ દરબારમાં જતા લોકો અટવાયા હતા. આહવા બાદ વઘઇ સહિત વઘઈ ના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો.વઘઇમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં અને ઠંડો પવન ફુંકાતા લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો.
અમરેલીના સરસિયા ગામે તેમજ લીંબડી તાલુકામાં પણ વાતાવરણમાં આવ્યો પલટો જોવા મળ્યો હતો. લીંબડી તાલુકાના શિયાણી, ભલગામડા, ઘાઘરેટિયા, બોડિયા, પાંદરી, નાના ટિંબલા સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ઝાપટા પડ્યાં હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઘઉં, જીરા સહિતના પાકોને મોટાપાયે નુકશાની જવાની ભીતિ સેવાઇ રહી છે. ધારીમાં પવન સાથે વરસાદ પડતાં કેરીના પાકને નુકસાન થયું છે. કાચી મબલખ કેરી ખરી જતાં ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યાં છે.