શોધખોળ કરો
Advertisement
ગિરનાર રોપ વે આજથી લોકો માટે મુકાશે ખુલ્લી, જાણો 2.3 કિમીનું અંતર કેટલી મિનિટમાં કપાશે
હાલ તળેટીથી દત્ત મંદિર જતા 4થી 6 કલાક લાગે છે. 2.3 કિ.મી. લંબાઇ ધરાવતા ગિરનાર રોપ-વેના રૂટ પર 9 ટાવર ઉભા કરવામાં આવ્યા છે.
જૂનાગઢઃ શનિવારે એશિયાના સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત રહ્યા હતા. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજના પણ શરૂ કરાઇ હતી. રોપવે દ્વારા 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપી શકાશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવાયો છે.
ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવેથી માત્ર 7 મિનિટમાં કાપી શકાશે. હાલ તળેટીથી દત્ત મંદિર જતા 4થી 6 કલાક લાગે છે. 2.3 કિ.મી. લંબાઇ ધરાવતા ગિરનાર રોપ-વેના રૂટ પર 9 ટાવર ઉભા કરવામાં આવ્યા છે. એક ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકશે. 36 સેકન્ડે ટ્રોલી ઉપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુઓ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.
જૂનાગઢ રોપ-વેની ટિકિટનો દર કંપની દ્વારા નક્કી કરાયો છે. એશિયાના સૌથી મોટો રોપ-વેમાં બેસવા માટે રૂપિયા 700 ટૂવે (આવવા-જવાના) નક્કી કરાયા છે. બાળકો માટેની ટિકિટનો દર 350 રૂપિયા નક્કી કરાયો છે અને રોપ-વેની વન-વે ટિકિટ 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જોકે ચાર સભ્યોના એક પરિવારમાં પતિ પત્ની અને બે બાળકો હોય તો 2100 રૂપિયા જેવો ખર્ચ થશે.
રોપ વે તૈયાર કરનારી કંપની ઉષા બ્રેકો લિમિટેડના ચેરમેન પ્રશાંત જાવરના જણાવ્યા મુજબ, રોપવે પ્રોજેક્ટ યાત્રિકોની સલામતી અને સમયને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યો છે. અંબા માતાના આશીર્વાદથી આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. રવિવારથી રોપવે લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.
Coronavirus: દુનિયામાં ફરી 4 લાખથી વધુ આવ્યા કેસ, અત્યાર સુધીમાં 11 લાખથી વધુ સંક્રમિતોના મોત, 1 કરોડ એક્ટિવ કેસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion