Political Stunt: રાજીનામાની ચેલેન્જ અને કાંતિ અમૃતિયાના શક્તિ પ્ર્દર્શન દરમિયાન વિધાનસભા અધ્યક્ષનું મોટું નિવેદન
Political Stunt: કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલીયાના રાજીનામાની ચેલેન્જ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ સમગ્ર મામલે મોટું નિવેદન મીડિયા સક્ષમ આપ્યું છે.

Political Stunt: કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાની રાજીનામાની ચેલેન્જનો રાજકીય ડ્રામા હવે ચરમસીમા પર પહોંચ્યો છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા 70થી વધુ કારના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા. આ સમગ્ર પોલિટિકલ સ્ટંટ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ધારાસભ્યોએ આવા રાજકિય સ્ટંટમાં સમય વેડફવો જોઇએ નહિ પરંતુ લોકોના કામ કરવા પર ધ્યાન આપવું જોઇએ.
શું હતો સમગ્ર મામલો
મોરબીની સ્થિતિ વિષે ગોપાલ ઇટાલિયાએ કેટલાક સવાર ઉઠાવતાં ભાજપ સામે આકરા પ્રહાર કર્યાં હતા. આ સમયે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મોરબીથી તેમની સામે ચૂંટણી લડીને જીતી બતાવવા ચેલેન્જ ફેંકી હતી. આ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી હતી. જેના પગલે મોરાબીના ધારાસભ્ય આજે વિધાસભા પરિસર સમર્થકો સાથે રાજીનામુ આપવા પહોંચ્યા હતા. જો કે 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલીયા આવ્યા ન હતા અને આ સમયે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પહોંચ્યા અને આવા રાજકિય સ્ટંટ ન કરવા અને ઘારાસભ્યે પ્રજાના કામ કરવા જોઇએ તેવી ટકોર કરી હતી આ રીતે આ સમગ્ર રાજકિય નાટકનો અંત આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાના પડકારને જવાબ આપતાં કહ્યું હતું કે, ‘આવતા સોમવારે તમે આવો. તમે વિસાવદરથી રાજીનામું અને હું મોરબીથી રાજીનામું આપું. ચૂંટણી આવે એટલે આપણે બંનેએ સામસામે લડવાનું. અને જો હું હારું તો તમને 2 કરોડ આપીશ.
સમગ્ર ઘટના મામલે ઇસુદાન ગઢવીની સ્પષ્ટતા
આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે 'હું વિસાવદરની જનતાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયા હાલ મજબૂતાઇથી કામ કરી રહ્યા છે અને ગામડે-ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઇના રાજીનામાની વાત જ થઇ ન હતી, ભાજપ ખોટો ભ્રમ ફેલાવે છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઇ વિસાવદરની જનતા માટે મજબૂતાઇથી કામ કરશે. ગોપાલભાઇ ઇટાલિયા કોઇપણ સંજોગોમાં રાજીનામું આપશે નહી.





















